Monday, December 23, 2024
Homeરાજ્યહાલારમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે દ્વારકા જિલ્લામાં સાંસ્કૃતિક વન હરસિધ્ધિ વન ખુલ્લું મૂકાયું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે દ્વારકા જિલ્લામાં સાંસ્કૃતિક વન હરસિધ્ધિ વન ખુલ્લું મૂકાયું

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાની પ્રાકૃતિક વિરાસતમાં વૃદ્ધિ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધવી ખાતે હરસિદ્ધિ વનનું લોકાર્પણ કરતા વન મહોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો છે. પ્રાકૃતિક સંપદાના સંરક્ષણ અને સંવર્ધન માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કંડારાયેલી સાંસ્કૃતિક વનોના નિર્માણની શૃંખલામાં પ્રસિદ્ધ દર્શનીય સ્થળ હર્ષદ નજીક નિર્મિત હરસિદ્ધિ વન 23 મું ઉપવન છે.

- Advertisement -

દેવભૂમિ દ્વારકાની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના વન વિભાગ દ્વારા 5 હેક્ટરમાં નિર્માણ પામેલા હરસિદ્ધિ વનનું મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરી, તેની મુલાકાત લીધી હતી અને સેરેમોનીયલ ગાર્ડન ખાતે ક્રિષ્ન વડનું સ્થાપન કર્યું હતું.

ઉપરાંત પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા સહિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી નાગરિકોને મહત્તમ વૃક્ષોનું વાવેતર કરવા પ્રેરિત કર્યા હતા.

- Advertisement -

દ્વારકાથી સોમનાથ જતાં પ્રવાસીઓ માટે બેસ્ટ ટુરીસ્ટ ડેસ્ટિનેશન તરીકે સાબિત થનારા હરસિદ્ધિ વનમાં મુખ્ય આકર્ષણના કેન્દ્રો જોઈએ તો મુખ્ય પ્રવેશ દ્વાર, પ્રવેશ 5રીસર, હરસિદ્ધિ માતાજી સાંસ્કૃતિક વાટીકા, સેરેમોનીયલ ગાર્ડન, શ્રી કૃષ્ણ ઉ5વન, શ્રી કૃષ્ણ કમળ વાટિકા વગેરે જેવા સાંસ્કૃતિક આકર્ષણોનું નિમાર્ણ કરવામાં આવ્યું છે.

આ વનમાં મુખ્ય વન તરીકે સ્વાગત વાટીકા, આયુષવન, વન કવચ, વાઇલ્ડ લાઇફ ઝોન, તાડ વાટીકા, પવિત્ર ઉ5વન, સ્ટોન મેઝ ગાર્ડન, સ્ટોન થેરાપી વોક વે, ગુગળ વન, કેકટસ વાટીકા વિગેરે જેવા વનોનું નિમાર્ણ કરવામાં આવ્યું છે.

- Advertisement -

આ ઉપરાંત બાળ વાટિકા, સેલ્ફી પોઇન્ટ ગાર્ડન, બીચ થીમ સીટીંગ એરીયા, મેડીટેશન, ગઝેબો, સનસેટ પોઇન્ટ પ્રવાસીઓને આકર્ષિત કરશે. પર્યટકોની સુગમતા ધ્યાને લઇ પાર્કીંગ એરીયા, ટોયલેટ અને પીવાના પાણી, રોપા વેચાણ કેન્દ્ર જેવી જન સુવિધાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ વનમાં વડ, પીપળો, પ્રાગ વડ, દરિયાકાંઠે ઉછરી શકે તે માટે તેને અનુરૂપ રોપાઓ પીલુ, નાળીયેર, બદામ, અરણી, વિગેરે સ્થાનિક પ્રજાતિના વૃક્ષો પણ ઉછેરવામાં આવેલા છે. વનમાં વિવિધ પ્રજાતિના અંદાજિત 41,619 રોપાઓનું વાવેતર કરાયું છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, ગુજરાતના સપૂત અને તત્કાલીન કેન્દ્રીય મંત્રી સ્વ. કનૈયાલાલ મુનશીએ વન મહોત્સવની શરૂઆત કરાવી હતી. ભારતીય સંસ્કૃતિ પ્રાચીન કાળથી જ પ્રકૃતિનો મહિમા અનેરો છે. સ્વ. કનૈયાલાલ મુનશીના પર્યાવરણ સંવર્ધનના અભિયાનને વડાપ્રધાન મોદીએ આગળ ધપાવતા વન મહોત્સવના ઉત્સવને સંસ્કૃતિના મહાત્મય ઉજાગર કરવાના ઉમદા આશયથી સાંસ્કૃતિક વનોના નિર્માણની અનોખી પરંપરાની શરૂઆત કરાવી હતી. જેને આગળ ધપાવતા ગુરુવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નવનિર્મિત દ્વિતિય સાંસ્કૃતિક વન “હરસિદ્ધિ વન”ની ભેટ આપી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગાંધવી ખાતે નવનિર્મિત “હરસિદ્ધિ વન” એ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું દ્વિતીય સાંસ્કૃતિક વન છે. આ પૂર્વે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જિલ્લાને નાગેશ વનની ભેટ આપી છે. જેને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રવાસીઓ સંખ્યામાં વધારો થતાં સ્થાનિક માટે ઉન્નતિનો માર્ગ ખુલશે. આ લોકાર્પણ પ્રસંગે પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા તેમજ વન વિભાગના અધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular