Thursday, October 22, 2026
Homeરાજ્યજામનગરવ્યાજખોર અને જમીન પચાવી પડાવવાના પ્રકરણમાં SITની રચના

વ્યાજખોર અને જમીન પચાવી પડાવવાના પ્રકરણમાં SITની રચના

રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા ટીમની રચના : એએસપી પ્રતિભાના નેજા હેઠળ ટીમ : જામનગર શહેર ડીવાયએસપી સહિતના છ અધિકારીઓ : અલ્પેશ દોંગા અને તેના સાગરિતો વિરૂધ્ધ તપાસ માટે SIT

નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS ) રાજકોટ વિભાગ રાજકોટનાઓ દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના જામનગર જિલ્લામાં આરોપી અલ્પેશ ગોપાલભાઈ દોંગા તથા તેના સાગરીતો દ્વારા ખેડૂતો અને સામાન્ય નાગરિકોને વ્યાજખોરીના ચુંગલમાં ફસાવી, ખંડણીની માંગણી કરી, છેતરપિંડી આચરી તેમજ સાટાખત/બાનાખત લખાવી જમીનો હડપવાના કૃત્યો કર્યાની ફરિયાદોના આધારે રાજકોટ ગ્રામ્ય, રાજકોટ શહેર અને જામનગર જિલ્લામાં ગુનાઓ નોંધાયેલા છે. આ ઉપરાંત, આ પ્રકરણો સંબંધિત વિવિધ અરજીઓની તપાસ પણ હાલ ચાલી રહી છે ઉક્ત પ્રકરણોમાં નોંધાયેલા તમામ ગુનાઓ તથા મળેલી અરજીઓની તપાસ સમયમર્યાદામાં, નિષ્પક્ષ અને ઝીણવટભરી રીતે પૂર્ણ થાય તેમજ તપાસમાં અસરકારક સંકલન જળવાઈ રહે તે હેતુથી જામનગર જિલ્લામાં સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે.

- Advertisement -

સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)
1.પ્રતિભા, એએસપી, લાલપુર અધ્યક્ષ
2.જે.એન.ઝાલા જામનગર શહેર ડીવાયએસપી અધ્યક્ષ/ મદદમાં
3.વી.બી.ચૌધરી પો.ઇન્સ. એલ.સી.બી. સભ્ય
4.એન.વી.આંબલીયા પો.ઇન્સ. કાલાવડ ગ્રામ્ય સભ્ય
5.વી.જે.રાઠોડ પો.ઇન્સ. પંચ બી. ડીવી. સભ્ય
6. એસ.પી.ગોહિલ પો.સ.ઇ. રાજકોટ વિભાગ સભ્ય

SIT ને સોંપવામાં આવેલી કામગીરી

- Advertisement -

અલ્પેશ દોંગા તથા તેના સાગરીતો વિરુદ્ધ જામનગર જિલ્લામાં નોંધાયેલા તમામ ગુનાઓની તપાસ SIT ના અધ્યક્ષ દ્વારા ટીમના સભ્યોને સોંપવામાં આવશે. આરોપીઓ વિરુદ્ધ જામનગર જિલ્લા હસ્તકની તમામ અરજીઓ SIT ને મોકલી આપવામાં આવશે તેમજ રાજકોટ ગ્રામ્ય જિલ્લા ખાતે મળેલ જામનગર જિલ્લાની અરજીઓ પણ મેળવીને SIT ને તપાસ માટે સોંપવામાં આવશે. ઉપરોક્ત ગુનાઓ તથા અરજીઓની તપાસની પ્રગતિનો અહેવાલ દર સોમવારે નાયબ પોલીસ મહાનિરીક્ષક ની કચેરી રાજકોટ વિભાગ ખાતે મોકલવાનો રહેશે. સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા સંબંધિત ગુનાઓ અને અરજીઓની તપાસમાં સંકલન સાધી, ઉપલબ્ધ પુરાવાઓના આધારે નિષ્પક્ષ અને ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવશે તથા તપાસમાં થયેલ પ્રગતિનું નાયબ પોલીસ મહાનિરીક્ષકની કચેરી રાજકોટ વિભાગ દ્વારા નિયમિત મોનિટરિંગ કરવામાં આવશે.

જાહેર જનતાને અપીલ

- Advertisement -

આરોપી અલ્પેશ ગોપાલભાઈ દોંગા તથા તેના સાગરીતો દ્વારા વ્યાજખોરી, ખંડણી, છેતરપિંડી અથવા સાટાખત/બાનાખત લખાવી જમીન હડપવાના કથિત પ્રકરણોમાં જો કોઈ વ્યક્તિ ભોગ બનેલ હોય, તો આવી વ્યક્તિઓ પ્રતિભા, મદદનીશ પોલીસ અધિક્ષક, લાલપુર વિભાગના મોબાઇલ નંબર 9213000437 સંપર્ક કરી અથવા નાયબ પોલીસ મહાનિરીક્ષકની કચેરી, રાજકોટ વિભાગનો સંપર્ક કરી પોતાની ફરિયાદ રજૂ કરી શકે છે. આવા કોઈપણ ભોગ બનનાર વ્યક્તિએ નિર્ભય બની આગળ આવી પોતાની ફરિયાદ નોંધાવવા સહકાર આપવા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular