જામનગર શહેરના ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતો અને મજૂરીકામ કરતા યુવાનની પત્નીએ તેણીના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવામાં પોલીસે કારણ જાણવા તપાસ આરંભી હતી.
આ બનાવની વિગત મુજબ મૂળ બિહારના ભાગલપુર જિલ્લાના પીયાલાપુર ગામના વતની રાજેભાઇ ભોલાપંડિત (ઉ.વ.35) નામનો યુવાન જામનગરના પાણાખાણ, ઉદ્યોગનગરમાં રહેતો હતો અને મજૂરીકામ કરી જીવનનિર્વાહ કરતો હતો. દરમયાન ગઇકાલે બપોરના સમયે શંકર ટેકરી, ઉદ્યોગનગર વિસ્તારમાં રો ટાઇપ રોડ નંબર 83/3માં રહેતી સુનિતાકુમાર રાજેશકુમાર પંડિત (ઉ.વ.29) નામની મહિલાએ તેણીના ઘરે અગમ્ય કારણોસર લોખંડના પાઇપમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું સારવાર કારગત નિવડે તે પહેલાં મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગેની મૃતકના પતિ રાજેશભાઇ દ્વારા જાણ કરાતા એએસઆ વી. એમ. ચાવડા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


