Friday, October 23, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં કેનાલમાંથી મૃતદેહ મળી આવતાં હત્યાની આશંકા

જામનગરમાં કેનાલમાંથી મૃતદેહ મળી આવતાં હત્યાની આશંકા

જામનગર શહેરના અંધાશ્રમ આવાસ પાસે આવેલ કેનાલની ગટરમાંથી કોહવાઇ ગયેલો મૃતદેહ મળી આવતા ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી હત્યાની આશંકાએ તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં અંધાશ્રમ આવાસ પાસે આવેલી ખુલ્લી કેનાલની ગટરમાંથી ગઇકાલે કોહવાઇ ગયેલો મૃતદેહ મળી આવ્યાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસ વિભાગ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. ફાયરની ટીમે કેનાલમાંથી મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપી આપ્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા મૃતકની ઓળખ મેળવવા અને કયા કારણોસર મોત નિપજયું છે? તે અંગેની તપાસ તથા હત્યા કે આત્મહત્યા? તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. મૃતકની ઓળખ મેળવવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular