Friday, October 23, 2026
Homeરાજ્યજામનગરમોટી ખાવડીમાંથી નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે બે પરપ્રાંતિય ઝડપાયા - VIDEO

મોટી ખાવડીમાંથી નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે બે પરપ્રાંતિય ઝડપાયા – VIDEO

જામનગર જિલ્લામાંથી અવારનવાર નશીલા પદાર્થ તથા દારૂની બેરોકટોક હેરફેર થતી હોય છે. આ બદ્દી ડામવા માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ નશીલા પદાર્થોની હેરાફેરી બંધ થતી નથી. દરમ્યાન મોટી ખાવડીમાં રહેણાંક મકાનમાંથી મેઘપર પોલીસે 10 કિલો118 ગ્રામ ગાંજાના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

દરોડાની વિગત મુજબ સંવેદનશીલ દરિયકિનારો ધરાવતા હાલારમાંથી નશીલા પદાર્થોનું વેચાણ બેખૌફ રીતે કરવામાં આવતું હોય છે. વર્ષોથી દરિયાકિનારેથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી રહી છે. પોલીસ દ્વારા પણ સતર્ક રહી આવી પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે ડામવામાં પોલીસ નિષ્ફળ રહી છે. ત્યારે ગઇકાલે એએસઆઇ મહિપાલસિંહ જાડેજા, જયરાજસિંહ ઝાલા, પો.કો. વિક્રમસિંહ જાડેજાને મળેલી સંયુક્ત બાતમીના આધારે રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની સૂચનાથી પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ આઇપીએસ પ્રતિભાના નેજા હેઠળ પીઆઇ એ. એલ. બારસિયા, પીએસઆઇ એમ. એચ. મહેતા, એએસઆઇ મહિપાલસિંહ જાડેજા, જયરાજસિંહ ઝાલા, હે.કો. ધર્મેન્દ્રસિંહ ઝાલા, પો.કો. વિક્રમસિંહ જાડેજા, કિરણભાઇ આયડી, મહાવીરસિંહ વાઘેલા, સલીમભાઇ મલેક, મહેશભાઇ જોગલ, કુલદીપસિંહ પરમાર સહિતના સ્ટાફે રેઇડ કરી હતી.

- Advertisement -

જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાં આવેલી એલેન્ટો હોટલની પાછળ આવેલી ગુપ્તા કોલોનીના મકાન નંબર સી-10માં રેઇડ કરી હતી. રેઇડ દરમ્યાન પોલીસે મુકેશકુમાર પ્રેમચંદ મિશ્રા (મૂળ મોતીગરપુર, ઉત્તર5્રદેશ) અને હફિઝખાન ફૈઝુલ્લાખાન (મૂળ મૌલવીગંજ, ઉત્તરપ્રદેશ) નામના બે શખ્સોને દબોચી લઇ તેમની પાસેથી રૂા. 5,05,900ની કિંમતનો 10 કિલો અને 118 ગ્રામ ગાંજો તથા રૂા. 10,500ની કિંમતના ત્રણ મોબાઇલ મળી કુલ રૂા. 5,16,400ના મુદામાલ સાથે બન્નેની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતાં આ નશીલા પદાર્થ ગાંજાના જથ્થામાં ઉત્તરપ્રદેશના સુલ્તાનપુર જિલ્લાના સુરાપુરા ગામના વિજયશંકર પાંડેની સંડોવણી ખુલી હતી. જેના આધારે પોલીસે ત્રણ શખ્સો વિરૂદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular