Friday, October 23, 2026
Homeરાજ્યહાલારમોબાઇલ ફોનના બાકી પૈસા મામલે ઠપકો આપતા યુવકની આત્મહત્યા

મોબાઇલ ફોનના બાકી પૈસા મામલે ઠપકો આપતા યુવકની આત્મહત્યા

ધ્રોલ ગામમાં ખારવા રોડ પરના વિસ્તારમાં રહેતા યુવકે નવો મોબાઇલ ફોન ખરીદ્યો હતો. આ ફોનના બાકી રહેતા પૈસા દેવા મામલે ઠપકો આપતા મનમાં લાગી આવતાં નદીના કાંઠે બાવળની ડાળીમાં દોરડા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ ધ્રોલ ગામમાં ખારવા રોડ પર, આઇટીઆઇ પાછળના વિસ્તારમાં રહેતો અને મજૂરીકામ કરતો અનિલભાઇ ઉર્ફે રાહુલ કેશુભાઇ રાઠોડ (ઉ.વ.23) નામના યુવકે હાલમાં જ નવો મોબાઇલ ફોન ખરીદ્યો હતો. પરંતુ આ મોબાઇલ ફોનની ખરીદી બાદ બાકી રહેતાં પૈસા ચૂકવવા માટે તેના ભાઇ વિશાલે ઠપકો આપ્યો હતો. ભાઇના ઠપકાનું મનમાં લાગી આવતાં અનિલ રાઠોડે ગત્ તા. 21ના રોજ સવારે સાડા દસ વાગ્યાના અરસામાં ખારવા ગામની સીમ વિસ્તારમાં બાવની નદીના કાંઠે આવેલી બાવળની ડાળીમાં દોરડા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં યુવકને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ મોત નિપજયાનું જાહેર કર્યું હતું. બનાવની જાણના આધારે હે.કો. ડી. પી. વઘોરા તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી આગળી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular