વડાપ્રધાન મોદીએ લોકસભા ચુંટણી માટે વારાણસીથી સતત ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી છે. તેમણે સૌપ્રથમ ગંગામાતાની આરતી કરી અને ત્યારબાદ કાળભૈરવ મંદિરે દર્શન કરીને કલેકટર ઓફિસે પોતાનું નામાંકન ભર્યું. વડાપ્રધાન સાથે ભાજપા તથા NDAના દિગ્ગજ નેતાઓની ફોજ વારાણસી પહોચી હતી. પરંતુ કોણ હતા PM મોદીના ચાર પ્રસ્તાવક તેના વિશે જાણીએ.
- પંડિત ગણેશ્વર શાસ્ત્રી : તેમણે જ અયોધ્યા રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાનું મુહુર્ત કાઢ્યું હતું અને તેઓ બ્રાહ્મણ સમાજમાંથી આવે છે.
- બૈજનાથ પટેલ : તેઓ OBC સમાજમાંથી આવે છે અને સંઘના જુના સમર્પિત કાર્યકર્તા છે.
- લાલચંદ કુશવાહા : તેઓ પણ OBC સમાજમાંથી આવે છે.
- સંજય સોનકર : તેઓ દલિત સમાજમાંથી આવે છે.
આમ વડાપ્રધાને સામાજિક સમરસતાનું મોટું ઉદાહરણ પૂરું પડ્યું છે અને સર્વેને રાષ્ટ્ર્કાર્ય માટે સાથે રાખીને નામાંકન ભર્યું હતું.