Saturday, July 27, 2024
Homeરાષ્ટ્રીયચોમાસાનું ત્રણ દિવસ વહેલું આગમન થશે

ચોમાસાનું ત્રણ દિવસ વહેલું આગમન થશે

આગામી સપ્તાહે આંદામાન સાગરમાં એન્ટ્રી : હવામાન વિભાગ મેના અંતમાં વધુ એક વરતારો જાહેર કરશે : આ વખતનું ચોમાસુ ગયા વખત કરતાં સારુ અને 2022 જેવું નીવડવાની હવામાન વિભાગની આગાહી

- Advertisement -

ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ નિર્ધારિત સમયથી ત્રણ દિવસ આગળ ચાલી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 19 મેની આસપાસ દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ દક્ષિણ આંદામાન સાગરમાં પ્રવેશશે. તેના પછી તે બંગાળની ખાડીના દક્ષિણપૂર્વ હિસ્સામાં પણ તે જ દિવસે પ્રવેશશે. સામાન્ય રીતે 22મેના રોજ ચોમાસુ આ હિસ્સામાં પહોંચે છે, પરંતુ આ વખતે ત્રણ દિવસ વહેલું છે.

- Advertisement -

ચોમાસુ સામાન્ય રીતે પહેલી જૂનના રોજ કેરળમાં એન્ટ્રી કરે છે. તેના પછી તે સામાન્ય રીતે ઝડપથી ઉત્તર તરફ આગળ વધે છે. તેની સાથે તે 15 જુલાઈ સુધીમાં સમગ્ર દેશમાં ફેલાઈ જાય છે.

હવામાન વિભાગને આશા છે કે આ વખતે ચોમાસામાં વધારે વરસાદ થશે. ભારતીય હવામાન વિભાગે 15 એપ્રિલના રોજ તેમના વર્તારામાં જણાવ્યું હતું કે ચોમાસુ લગભગ 106 ટકા રહેવાની આશા છે.

- Advertisement -

હવામાન વિભાગે જણાવ્યું હતું કે 1971થી 2000ના સમયગાળા માટે આખી સીઝનમાં સરેરાશ 87 સેમી વરસાદ પડયો છે. ગયા વર્ષે લાંબા સમયગાળાની ચોમાસાની સરેરાશ 94.4 ટકાથી નીચી હતી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ તેના પહેલા 2022ની ચોમાસાની એલપીએ 106 ટકા સાથે સામાન્ય કરતાં વધારે હતી. જ્યારે 2021માં લાંબાગાળાના સરેરાશ ચોમાસાએ વરસાદ 99 ટકાની સરેરાશે સામાન્ય હતું. જ્યારે 2020માં તે 109 ટકા એટલે ફરીથી સામાન્ય કરતાં વધારે હતું.

હવામાન વિભાગે જણાવ્યું છે કે મેના અંતિમ સપ્તાહમાં વધુ એક અદ્યતન વર્તારો જારી કરવામાં આવશે. તેમા પશ્ચિમ ભારત, મધ્ય ભારત, દક્ષિણ પ્રાયદ્વીપ અને પૂર્વોત્તર ભારતમાં ચોમાસાની સ્થિતિ અને જાણકારી અપડેટ કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular