Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં સામુ જોવાની બાબતે વૃદ્ધ ઉપર નવ શખ્સોનો હુમલો

જામનગરમાં સામુ જોવાની બાબતે વૃદ્ધ ઉપર નવ શખ્સોનો હુમલો

ધોકા અને પાઈપ વડે વૃદ્ધને માર માર્યો : ઈજાગ્રસ્તને જી. જી. હોસ્પિટલમાં ખસેડાયા : પોલીસ દ્વારા ગુનો નોંધી કાર્યવાહી

- Advertisement -

જામનગર શહેરના દરબારગઢ પાસે આવેલી સૈયદ ફળીમાં રહેતાં વૃદ્ધ સાથે બે દિવસ પહેલાં સામુ જોવા બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી નવ શખ્સોએ એકસંપ કરી ધોકા અને પાઈપ વડે આડેધડ માર મારી હુમલો કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગરમાં અકબરશા મસ્જિદ પાસે અને સેયદ ફળીમાં રહેતાં રીક્ષા ચલાવત હાજી અકબરશા હાજી આમદમીયા કાદરી નામના વૃધ્ધને બે દિવસ પહેલાં સામુ જોવા બાબતે આહમદશા બુખારી સાથે બોલાચાલી થઈ હતી જેનો ખાર રાખી સોમવારે રાત્રિના સમયે આહમદશા યાસીન બુખારી, અજરુદીન યાશીન બુખારી, એજાજ યાશીન બુખારી, અક્રરમ યાશીન બુખારી, અકીબ યાશીન બુખારી, સોહીલ મહમદ અલી બુખારી, મહમદ સીદીક હૈદરમીયા કાદરી, મહમદ અલી ઈબ્રાહિમ બુખારી, જેૈનુલ આબેદીન અમીર હુશેન કાદરી નામના નવ શખ્સોએ એકસંપ કરી ધોકા અને પાઈપ જેવા હથિયારો વડે વૃધ્ધ ઉપર હુમલો કર્યો હતો અને શરીરે ઈજા પહોંચાડી હતી વૃધ્ધ ઉપર કરાયેલા હુમલામાં છોડાવવા વચ્ચે પડેલા સ્ અલી કાદરી ઉપર મુંઢ માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલાના બનાવ બાદ ઘવાયેલા વૃધ્ધને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઇ વી.આર. ગામેતી તથા સ્ટાફે નવ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular