આયુર્વેદમાં તુલસીને રામબાણ જીવન ઔષધ માનવામાં આવે છે. કહેવાય છે કે તે બળપ્રદાયી છે અને દીર્ઘઆયુષ્ય આપનારી છે. તુલસી ધાર્મિક, આધ્યાત્મિતક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ માનવી જીવન માટે સર્વ રીતે કલ્યાણકારી છે. તુલસીના છોેડનું મહત્વ પદમ પૂરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, સ્કંદ પુરાણ, ભવિષ્ય પુરાણ અને ગરૂડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે.

- તુલસીમાં ઘણાં પ્રકારના વિટામિન અને મિનરલ્સ મળે છે જે શરીરને ઘણા ફાયદા આપે છે.
- ભારત સહિત ઘણાં દેશોમાં તુલસીનો ઉપયોગ શરદી અને ફલુના લક્ષણોમાં રાહત આપે છે.
- તુલસી ઉધરસ અને ગળાને લગતી સમસ્યાઓથી છુટકારો અપાવવામાં અસરકારક છે.
- જે લોકોને એલર્જિક બ્રોન્કાઈટિસ અને અસ્થમા સંબંધિત સમસ્યા હોય તેમના માટે તુલસી અસરકારક છે.
- તુલસીમાં ઘણાં પ્રકારના ફાઈટોકેમિકલ્સ જોવાા મળે છે. જે ફેફસા, લીવર અને મોઢામાં કેન્સરનું જોખમ ઘટાડે છે.
- ડાયાબિટીસના દર્દીઓ માટે તુલસી ખૂબ ગુણકારી છે.
- સંધિવા, હૃદયરોગ અને આંતરડાના બળતરા સંબંધિત સમસ્યા હોય તેના માટે તુલસી અસરકાર ઉપચાર છે.
- તુલસી એન્ટીબેકટેરિયલ ગુણ ધરાવે છે. શ્વસન માર્ગ, પેશાબની નળી, પેટ અને ત્વચામાં ચેપ ફેલાવતા બેકટેરિયા સામે લડવામાં સક્ષમ છે.
તુલસીનો મર્યાદિત માત્રામાં ઉપયોગ કરવો જોઇએ. કેટલાંક અભ્યાસ અનુસાર કેટલાંકને એલર્જી થઈ શકે છે. તેમાં રહેલું એસ્ટ્રાગોલ તત્વ લીવર માટે નુકસાનકારક પણ ગણાય છે.
(અસ્વીકરણ : સલાહ સહિતની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે તે કોઇ પણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ વિગત માટે હંમેશા નિષ્ણાંત અથવા તમારા ડોટકરની સલાહ લો.)