Tuesday, April 16, 2024
Homeરાજ્યગુજરાતજામનગરના ઉદ્યોગનગરોમાં 536 પ્લોટ-શેડ ખાલી પડયા છે

જામનગરના ઉદ્યોગનગરોમાં 536 પ્લોટ-શેડ ખાલી પડયા છે

- Advertisement -

કોરોના વાયરસને પગલે મોટાભાગના ધંધા-ઉદ્યોગને મોટો આર્થિક ફટકો પડયો છે અને હજુ પણ મંદીની મારમાંથી બેઠા થઇ શક્યા નથી. ગુજરાતમાં જ ઔદ્યોગિક વસાહતોમાં 8,539 પ્લોટ-490 શેડ ખાલી પડેલા છે જ્યારે 2,203 ઉદ્યોગો બંધ હાલતમાં છે.

- Advertisement -

વિધાનસભામાં ગુજરાત સરકારે રજૂ કરેલી વિગતો અનુસાર ગુજરાતના ઔદ્યોગિક વસાહતોમાં 8539 પ્લોટ ખાલી પડયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 2,670-ભરૂચમાં 1,729-જામનગરમાં 536-રાજકોટમાં 357-પંચમહાલમાં 349-પાટણમાં 329-મહેસાણામાં 302-દાહોદમાં 273-સુરતમાં 271 અને ગાંધીનગરમાં 246 પ્લોટ ઔદ્યોગિક વસાહતોમાં ખાલી છે. બીજી તરફ ઔદ્યોગિક વસાહતમાં ખાલી પડેલા શેડની સંખ્યા 490 છે. જેમાં મહેસાણામાં સૌથી વધુ 136-રાજકોટમાં 127-બનાસકાંઠામાં 46-સુરેન્દ્રનગરમાં 44નો સમાવેશ થાય છે. અમદાવાદના ઔદ્યોગિક વસાહતમાં ખાલી પડેલા પ્લોટની સંખ્યા 40 છે.

ઔદ્યોગિક વસાહતોમાં બંધ પડેલા ઉદ્યોગોની સંખ્યામાં પણ સતત વધારો થઇ રહ્યો છે અને હાલમાં તેનો આંક 2,203 છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 229, સુરતમાં 180, ભરૂચમાં 178, કચ્છમાં 166, ભાવનગરમાં 158, રાજકોટમાં 154, વડોદરામાં 140, ગાંધીનગરમાં 125, પોરબંદરમાં 110નો સમાવેશ થાય છે.કોંગ્રેસના આક્ષેપ અનુસાર રાજ્ય સરકારની નાના અને મધ્યમ ઉદ્યોગ વિરોધી નીતિઓને કારણે જીઆઇડીસીઓમાં આવેલા પ્લોટ-શેડમાં ઉદ્યોગો સ્થાપવામાં ઉદ્યોગકારોને રસ નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular