Saturday, June 14, 2025
Homeરાજ્યગુજરાતઉદયપુર રિસોર્ટના સેકસ રેકેટમાં ગુજરાતના 15 શખ્સો ઝડપાયા

ઉદયપુર રિસોર્ટના સેકસ રેકેટમાં ગુજરાતના 15 શખ્સો ઝડપાયા

રાજકોટના સિમેન્ટ અને લોખંડના 9 ડિસ્ટ્રીબ્યુટર સહિત ગુજરાતના 15 યુવાનો ટાર્ગેટ પુરો કરનારાઓની ઉજવણી માટે ઉદયપુર મોકલ્યા હતાં. જ્યાં બહારથી બોલાવેલી 14 રૂપલલનાઓ સાથે ઝડપાયા હતાં.

- Advertisement -

ઉદયપુરના અંબેરી ખાતે સ્વર્ણગઢ રિસોર્ટમાં સુખેર પોલીસ સ્ટેશને ડમી ગ્રાહક બની ખાસ ઓપરેશન પાર પાડયું હતું. જેમાં 14 યુવતીઓ પાસે દેહવ્યાપાર કરાવાતો હતો. જે મામલે 15 ની ધરપકડ કરાઈ છે. આ તમામ ગુજરાતના અને તેમાં પણ 9 રાજકોટના રહેવાસીઓ છે. જેમને સિમેન્ટ અને લોખંડની ડિસ્ટ્રીબ્યુટરશીપના ટાર્ગેટ પુરા કરાતા ટ્રીપ ઓફર થઈ હતી. ત્યારે દારૂ તેમજ યુવતીઓની વ્યવસ્થા રીસોર્ટ દ્વારા કરાવાઇ હતી.

પોલીસને બાતમી મળતા તેણે ડમી ગ્રાહક બનીને રિસોર્ટના સંચલક હર્ષવર્ધનસિંહ અને નરગિસને પકડી પાડયા. પોલીસ ત્રાટકી અને ભાગદોડ મચી જેમાં સંચાલકો ભાગી ગયા પરંતુ આ 15 ગ્રાહકો ઝડપી લેવાયા હતાં. આ યુવતીઓ દિલ્હી, મધ્યપ્રદેશ, હરિયાણા, કોટા અને રાજસ્થાનની હતી.

- Advertisement -

જેમાં ગુજરાતના નબીરાઓની યાદીમાં નજર કરીએ તો મિહિર ચૌહાણ (રાજકોટ), હર્ષિત અજમેરા (રાજકોટ), આશિષ (રાજકોટ), અશ્વિન (રાજકોટ), કલ્પેશ ચોટલિયા (રાજકોટ), પ્રવિણ હિરાણી (રાજકોટ), વિપુલ પીપળિયા (રાજકોટ), નિલેશ નાકરાણી (રાજકોટ), અર્જુનસિંહ ચૌહાણ (રાજકોટ), દર્શન (ભાવનગર), આશિષ જોશી (ભાવનગર), મુકેશ (ભાવનગર), ભરત ધાબાઈ (ભાવનગર), નિતેશ ડોડિયા (થાનગઢ), મૃણાલ સોલંકી (અમદાવાદ) ની ધરપકડ કરાઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular