જામનગરની પ્રતિષ્ઠિત શિપીંગ કંપની શ્રીજી શિપીંગ ગ્લોબલ લિમીટેડે વડોદરાની કૈલાશ બલ્ક હેન્ડલીંગ પ્રા.લિ.સામે કુલ રૂા. 3 કરોડથી વધુની રકમ વસુલવા દાવો ર્ક્યો છે.

દેશના વહાણવટા ઉધોગની જામનગરની શ્રીજી શિપીંગ ગ્લોબલ લિમીટેડે વડોદરાની કૈલાશ બલ્ક હેન્ડલીંગ પ્રાઈવેટ લિમીટેડનું સ્ટીબડોરીંગ અને લોડીંગ-અનલોડીંગનું કામ ર્ક્યું હતું તેમજ બાર્જ સહિતના સાધનો ભાડે આપ્યા હતાં જેની રૂા.1,81,20,500 લેવાના થતાં હતાં. પરંતુ વડોદરાની આ કંપનીએ કામની રકમ નહીં ચુક્વતાં જામનગરની શ્રીજી શિપીંગ ગ્લોબલ લિમીટેડ દ્વારા જામનગરની સિવીલ કોર્ટમાં લ્હેણી રકમ વ્યાજ સાથે વસુલ કરવા દાવો ર્ક્યો છે. આ દાવામાં વર્ષ 2021 થી અત્યાર સુધીની મુદલ તથા વ્યાજ સહિત કુલ રૂા.3,11,67,260 વસુલ કરવા કરેલા દાવામાં જણાવાયું છે કે વડોદરાની કંપનીએ જામનગરની શ્રીજી શિપીંગને લ્હેણી રકમ પેટે છેલ્લે વર્ષ 2023માં રૂા.પંદર લાખ ચુકવ્યા હતાં. એ પછીથી અત્યાર સુધી લ્હેણી રકમ ચુક્વી નથી. આ દાવામાં સામાવાળી વડોદરાની કૈલાશ બલ્ક હેન્ડલીંગ પ્રા.લિ.ના ડાયરેકટરો તરીકે પ્રતિક્ષા પ્રદિપ ઝા, તૌષી ઝા, પ્રવિણભાઈ શાંતિલાલ શાહ અને નિહાર સનતકુમાર માંકડ સામે આ કાનુની કાર્યવાહી કરવામાં આવી છે. આ દાવામાં જામનગરની શ્રીજી શિપીંગ ગ્લોબલ લિમીટેડ તરફથી વકિલ મિતેષભાઈ પટેલ રોકાયા છે.