જામનગર તાલુકાના સિક્કા ગામમાં કાળા ભુંગા વિસ્તારમાં રહેતાં યુવાને અગમ્ય કારણોસર તેના ઘરે રસ્સા વડે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના સિક્કા ગામમાં આવેલા કાળા ભુંગા વિસ્તારમાં, ખોડિયાર મંદિર પાસે રહેતાં રમેશભાઇ કાનજીભાઇ સોલંકી નામના યુવાને રવિવારે બપોરના સમયે તેના ઘરે અગમ્ય કારણોસર રૂમમાં સીમેન્ટના બીમ સાથે પ્લાસ્ટીકનો રસ્સો બાંધી ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં યુવાનને સારવાર માટે ગાડીમાં સીએચસી સેન્ટર ખાતે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ યુવાનનું મોત નિપજયાનું જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના ભાઇ ધનજીભાઇ દ્વારા જાણ કરાતા હે.કો. બી. એલ. કંચવા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી યુવાને કયા કારણોસર આત્મહત્યા કરી? તે અંગેનું કારણ જાણવા તપાસ આરંભી હતી.