Monday, May 18, 2026
HomeUncategorizedગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા ‘પ્રોફેશનલ ટુરિસ્ટ ગાઈડ’ તાલીમનું આયોજન

ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા ‘પ્રોફેશનલ ટુરિસ્ટ ગાઈડ’ તાલીમનું આયોજન

તાલીમબદ્ધ ગાઈડ્સ ગુજરાતના પ્રખ્યાત ધાર્મિક, ઐતિહાસિક, વન્યજીવ અને સાંસ્કૃતિક સ્થળોએ પોતાની વ્યાવસાયિક સેવાઓ આપી શકશે

આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને કુદરતી પ્રવાસન ધામોની મુલાકાતે આવતા દેશ-વિદેશના પ્રવાસીઓને ગુજરાતના ગૌરવશાળી વારસાથી વૈજ્ઞાનિક અને સચોટ રીતે માહિતગાર કરવા માટે કુશળ ગાઈડ્સ તૈયાર કરવામાં આવશે.આ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છુક નાગરીકે પ્રવાસન નિગમની વેબસાઈટ પર તા. 23 મે 2026 સુધી અરજી કરવાની રહેશે.

- Advertisement -

જો કોઈ શહેર પૂરતા પ્રોફેશનલ ટુરીસ્ટ ગાઈડ બનવું હોય તો ધોરણ 12 પાસ અને સમગ્ર ગુજરાત માટે પ્રોફેશનલ ટુરીસ્ટ ગાઈડ બનવું હોય તો સ્નાતક અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન ફરજીયાત છે. ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ઉમેદવારોએ પોતાનો પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ, શૈક્ષણિક લાયકાતની વિગતો અને ઓળખ માટે જરૂરી સરકારી દસ્તાવેજો (આધાર કાર્ડ વગેરે) અપલોડ કરવાના રહેશે.

સ્થાનિક સ્તરે રોજગારીના નવા દ્વાર ખોલતા આ તાલીમ કાર્યક્રમનું આયોજન સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં આવ્યું છે. ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ રાજ્યની અગ્રણી અને પ્રતિષ્ઠિત તાલીમ સંસ્થાઓ સાથે સંકલન કરીને 14 દિવસીય વિશેષ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવશે. તાલીમ દરમિયાન પ્રવાસીઓ સાથે સુદ્રઢ આદાનપ્રદાન માટે કમ્યુનિકેશન સ્કિલ, પ્રવાસન વ્યવસ્થાપન, વિદેશી તથા સ્થાનિક ભાષા કૌશલ્ય, ગુજરાતની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહરની તથ્યાત્મક માહિતી તેમજ પ્રવાસીઓને આધુનિક પદ્ધતિઓથી ગાઈડ કરવા અંગે નિષ્ણાતો દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે. ઇન્ડિયન એસોસિએશન ઓફ ટુર ઓપરેટર્સ (IATO) અને ટૂરિસ્ટ ગાઇડ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (TGFI) દ્વારા નિર્ધારિત કરાયેલા ગાઈડ ચાર્જ મુજબ, પ્રવાસન સીઝન દરમિયાન એક માન્ય ગાઈડ પ્રતિ દિન અંદાજે રૂપિયા 2,500 થી લઈને રૂપિયા 5,200 સુધીની કમાણી કરી શકે છે. રસ ધરાવતા ઉમેદવારો વધુ વિગતો મેળવવા તેમજ ઓનલાઈન અરજી કરવા માટે પ્રવાસન નિગમની સત્તાવાર વેબસાઈટ https://gujarattourism.com/forms/guide-tourist.html પર મુલાકાત લઈ શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular