જામનગર શહેરના હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતાં યુવાને તેના ઘરે અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી કારણ જાણવા તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં હનુમાન ટેકરી દલિતનગર વિસ્તારમાં રહેતાં ચિરાગ વશરામભાઈ ગલચર (ઉ.વ.30) નામના યુવાને શુક્રવારે બપોરના સમયે તેના ઘરે રૂમમાં અગમ્યકારણોસર ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકના ભાઈ મયુરભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ.વી. દવે તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.