ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે બાપ્પાની પધરામણી ઘરે ઘરે કરાઇ છે ત્યારે રૂા.10 થી રૂા.500 ની નોટોનો ઉપયોગ કરીને રૂપિયા એક કરોડની નોટોથી ગણપતિ બાપ્પાને અદભૂત શણગાર કરવામાં આવ્યો હતો. તેલંગાણાના ભદ્રાદ્રી કોઠાગુડેમ જીલ્લાના પલવંચામાં ગણેશ ઉત્સવ દરમિયાન રામનગર સ્થિત વિનાયક મંડપને વિશેષ શણગાર કરવામાં આવે છે. જેને જોવા માટે લોકોની ભીડ જામતી જોવા મળે છે. વાઈરલ થયેલી તસ્વીરોમાં બાપ્પાનો અનોખો શણગાર જોવા મળે છે. મંદિરના પૂજારીએ કહ્યું કે, દર વર્ષે આ પ્રકારની સજાવટ બાપ્પાને કરવામાં આવે છે. ત્યારે એક કરોડના આ શણગારની દેખરેખમાં તંત્ર લાગી ગયું છે કોઇપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પુરી વ્યવસ્થા રાખવામાં આવી છે. અને લાખોની સંખ્યામાં ભકતો ગણપતિ બાપ્પાના દર્શને આવે છે.