જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જામનગર દ્વારા આજરોજ જીલ્લાની તમામ કોર્ટમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ચેક રિટર્ન કેસ પીજીવીસીએલના કેસ, વીજળી પાણી બીલના કેસ, કૌટુંબિક સમાધાનના કેસ, જમીન સંપાદન કેસ, સીવીલ કેસ, ડોમેસ્ટિક વાયોલન્સના કેસ, રેવન્યુ કેસ સહિતના કેસોનો લોક અદાલતમાં સમાવેશ થયો હતો. લોક અદાલત એ તકરારના સમાધાન માટે એક સુખદ નિવારણ ફોરમ છે. જેમાં પક્ષકાર સમાધાનથી કેસનો નિકાલ લાવી શકે છે અને તેનાથી પક્ષકારને ઝડપી ન્યાય મળી શકે છે. જામનગરમાં ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના ઉપક્રમે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જામનગર દ્વારા આયોજીન નેશનલ લોક અદાલતમાં અરજદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. લોક અદાલતમાં આવતા લોકોને મોદકનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. ડીસ્ટ્રીકટ જજ એન.આર. જોશીએ લોક અદાલતનું નિરીક્ષણ કર્યુ હતું.