Thursday, September 19, 2024
Homeરાજ્યજોડિયાના બાદનપરના યુવાનનું મ્યુકોર્માઈકોસિસમાં મૃત્યુ

જોડિયાના બાદનપરના યુવાનનું મ્યુકોર્માઈકોસિસમાં મૃત્યુ

કોરોના રિપોર્ટ નેગેટિવ બાદ મ્યુકોર્માઈકોસિસમાં પટકાયો: રાજકોટથી જામનગર સારવાર માટે ખસેડાયો : પોલીસ દ્વારા આગળની કાર્યવાહી

- Advertisement -

જોડિયા તાલુકાના બાદનપર ગામમાં રહેતા વેપારી યુવાનને કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ મ્યુકોર્માઈકોસિસમાં સારવાર દરમિયાન જામનગરની જી. જી. હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.

આ અંગેની વિગત મુજબ, જામનગર સહિત સમગ્ર રાજ્યમાં મ્યુકોર્માઈકોસિસના દર્દીઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે અને મૃત્યુઆંક પણ વધતો જાય છે. જેમાં જામનગરની જી.જી.હોસ્પિટલમાં મ્યુકોર્માઈકોસિસનો અલગ વોર્ડ બનાવવામાં આવ્યો છે જેમાં હાલ 135 દર્દીઓ સારવાર હેઠળ છે તેમજ 70 થી વધુ દર્દીઓની સર્જરી પણ કરવામાં આવી છે અને આ રોગના છ દર્દીઓના મૃત્યુ નિપજ્યા હતાં. દરમિયાન જોડિયા તાલુકાના બાદનપર ગામના વેપારી યુવાન દિનેશ દેવશીભાઈ ભીમાણી (ઉ.વ.37) ને ગત તા. 28 એપ્રિલના રોજ કોરોના પોઝિટિવ થવાથી રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીયતમાં સુધારો થયો ન હતો. પરંતુ, કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો.

ત્યારબાદ મ્યુકોર્માઈકોસિસની બીમારી થતા રાજકોટથી સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમનું સારવાર શનિવારે સાંજના સમયે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના કૌટુંબિક ભાવેશ ભીમાણી દ્વારા જાણ કરાતા એએસઆઈ જી.સી. અઘેરા તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular