Saturday, April 20, 2024
Homeરાજ્યજામનગરઅરજી સંદર્ભે ધ્રોલ પોલીસ સ્ટેશને દવા પી આવેલાં યુવાનનું મોત

અરજી સંદર્ભે ધ્રોલ પોલીસ સ્ટેશને દવા પી આવેલાં યુવાનનું મોત

જામનગરની યુવતી સાથે પ્રેમ થયો : પ્રેમની જાણ થઇ જતાં યુવતીના પરિવારજનો દ્વારા અરજી કરાઇ : ધ્રોલ પોલીસ સ્ટેશને આવ્યો તે પહેલાં દવા ગટગટાવી : જી.જી.હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ

- Advertisement -

જામનગરની યુવતી સાથે પ્રેમ કરનાર રાજકોટના યુવાનને અરજી સંદર્ભે પોલીસે નિવેદન માટે બોલાવતાં યુવાને બહારથીજ દવા ગટગટાવી પોલીસ સ્ટેશને પહોંચ્યાબાદ ઢળી પડતાં સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જયાં તેનું મોત નીપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ રાજકોટમાં ગોંડલ રોડ પર રાપર ગામ નજીકના વિસ્તારમાં રહેતાં રાજન નગીનભાઇ સુરાણી(ઉ.વ.23) નામના યુવાનને શુક્રવારે બપોરે ધ્રોલ પોલીસે એક અરજીના અનુસંધાને બોલાવ્યો હતો. દરમિયાન યુવાન ધ્રોલ પોલીસ મથકમાં ઝેરી દવા પીને આવ્યો હતો અને પીએસઆઇ અને.એમ.જાડેજાની હાજરીમાં જ બેશુદ્ધ થઇ જતાં રાજન સુરાણીને તાત્કાલિક ધ્રોલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયાંથી તેને જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જયાં તેનું મોત નીપજયાનું તબીબોએ જાહેર કર્યું હતું.

વધુમાં મળતી વિગત મુજબ રાજકોટના રાજનને જામનગરની એક યુવતી સાથે પ્રેમ સંબંધ થયો હોવાથી યુવતીને મળતો હતો. દરમિયાન તાજેતરમાં જામનગરની યુવતી ધ્રોલમાં રહેતા તેમના સગા સંબંધીને ઘેર રોકાવા માટે આવી હતી. જયાં રાજકોટનો યુવાન યુવતીને મળવા માટે પહોંચ્યો હતો. પરંતુ તે અંગેની જાણકારી યુવતીના પરિવારજનોને થઇ ગઇ હતી. જેથી યુવતીના પરિવારે ધ્રોલ પોલીસ મથકમાં રાજકોના યુવાન સામે અરજી કરી હતી. જે અરજીના અનુસંધાને આજે ધ્રોલ પોલીસે રાજનને બોલાવ્યો હતો, પરંતુ તે ઝેરી દવા પીને પહોંચ્યો હતો અને આખરે સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજતાં ભારે ખળભળાટ મચી ગયો છે.

- Advertisement -

ધ્રોલ પોલીસે મૃતકના પરિવારજનોને જાણ કરતાં રાજકોટથી મૃતકનો પરિવાર જામનગરની જી.જી.હોસ્પિટલમાં દોડી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે મૃતદેહનો કબ્વો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular