હિન્દુ સનાતન ધર્મમાં સ્વસ્તિકને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. કોઇપણ શુભ પ્રસંગ સમયે સ્વસ્તિક થી શુભ શરૂઆત કરવામાં આવે છે. ત્યારે ચાલો જાણીએ શા માટે સ્વસ્તિકને શુભ માનવામાં આવે છે. ?? અને તેના આકારનું શું રહસ્ય છે ??

સ્વસ્તિકની ચરા પંકિતઓની તુલના ચાાર વેદ, ચાર પુરૂષાર્થ, ચાર આશ્રમ, અને ચાર લોક અને ચાર દેવતાઓ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને ગણેશ સાથે કરવામાં આવી છે. સ્વસ્તિકને સુખ અને સમૃધ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. વૈદિક ઋષિઓએ તેમના આધ્યાત્મિક અનુભવોના આધારે કેટલાંક ખાસ પ્રતિકો બનાવ્યા છે જેમાંનું એક છે સ્વસ્તિક. જેનો અર્થ થાય છે કલ્યાણ અથવા તો સૌભાગ્ય જેને ભગવાન ગણેશનું એક સ્વરૂપ માનવામાં આવે છે. જેના ઉપયોગથી વ્યક્તિ સમૃધ્ધિ, સંપતિ અને એકાગ્રતા પ્રાપ્ત કરે છે.
સ્વસ્તિકને બ્રહ્માંડનું પ્રતિક માનવામાં આવે છે. તેનો મધ્ય ભાગ વિષ્ણુની નાભી માનવામાં આવે છે. જેની ચાર રેખાઓ બ્રહ્માના ચાર મુખ, ચાર હાથ અને વેદ માનવામાં આવે છે. ચંદન, કુમકુમ અને સિંદુરથી બનેલું સ્વસ્તિક ગૃહ દોષોને દૂર કરે છે.
લાલ અને પીળા રંગના સ્વસ્તિકને શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો સ્વસ્તિક પહેરવું હોય તો વર્તુળમાં પહેરવું મુખ્ય દરવાજાની બન્ને બાજુ લાલ સ્વસ્તિક લગાવવાથી વાસ્તુ અને દિશા દોષ દૂર થાય છે. જ્યારે મુખ્ય દરવાજાની મધ્યમાં વાદૃળી સ્વસ્તિક લગાવવાથી ઘરના લોકોનું સ્વાસ્થ્ય સારું રહે છે.