લાલપુર ગામના ગોહિલવાસ વિસ્તારમાં રહેતાં યુવાને તેના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.

આ બનાવની વિગત મુજબ લાલપુર ગામમાં આવેલા ગોહિલવાસમાં રહેતાં રાજેશભાઇ બુધાભાઇ પરમાર (ઉ.વ.35) નામના મજૂરીકામ કરતા યુવાનએ મંગળવારે રાત્રિના સમયે તેના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. ત્યારબાદ યુવાનને બેશુઘ્ધ હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના ભાઇ હિતેશ દ્વારા જાણ કરવામાં આવતા એએસઆઇ એ.એમ. જાડેજા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી હતી.