જામનગર શહેરમાં નૂરી ચોકડી પાસે આવેલા પેટ્રોલ પંપ સામેના રોડ પરથી એલસીબીની ટીમએ મળેલી બાતમીના આધારે કારને આંતરીને તલાશી લેતાં તેમાંથી 48 બોટલ દારૂ સાથે ત્રણ શખ્સોને દબોચી લીધા હતાં.
View this post on Instagram

દરોડાની વિગત મુજબ જામનગર શહેરમાં નૂર ચોકડી નજીકથી કારમાં દારૂનો જથ્થા સાથે શખ્સો પસાર થવાની ક્રિપાલસિંહ જાડેજા અને કિશોરભાઇ પરમારને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ સી. એમ. કાંટેલિયા, પી.એન. મોરી તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી.
દરમ્યાન બાતમી મુજબની કાર પસાર થતાં એલસબીએ જીજે01-આરપી-4447 નંબરની કારને આંતરીને તલાશી લેતાં તેમાંથી રૂા. 32,928ની કિંમતની 48 બોટલ ઇંગ્લીશ દારૂ અને રૂા. 11 હજારની કિંમતના ત્રણ મોબાઇલ ફોન તથા પાંચ લાખની કિંમતની વર્ના કાર સહિત કુલ રૂા. 5,43,928ની કિંમતના મુદામાલ સાથે મહેશ ઉર્ફે રાજુ કનૈયાલાલ પંચવાણી, કરણ નારણ ચેલરામાણી, કિશન રમેશ ભારદિયા નામના ત્રણ શખ્સોને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.