Wednesday, June 24, 2026
Homeરાજ્યહાલારવાઇ આવતા કૂવામાં પડી જવાથી ખેતમજૂર યુવાનનું મોત

વાઇ આવતા કૂવામાં પડી જવાથી ખેતમજૂર યુવાનનું મોત

કાલાવડ તાલુકાના ટોડા ગામની સીમમાં રહેતાં અને ખેતમજૂરી કરતાં યુવાનને ચાર વર્ષથી વાઇની બિમારી થઇ હતી. દરમ્યાન વાઇ આવતાં કૂવામાં પડી જતાં ઇજા થવાથી મોત નિપજયું હતું.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ મૂળ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ભૂવેરા ગામનો વતની અને હાલ કાલાવડ તાલુકાના ટોડા ગામના વાડી વિસ્તારમાં આવેલી અમૃતભાઇની વાડીમાં રહીતે ખેતમજૂરી કરતો દશુભાઇ બિજિયાભાઇ પરમાર (ઉ.વ.40) નામના યુવાનને ચાર વર્ષથી વાઇ આવવાની બિમારી થઇ હતી. આ બિમારી દરમ્યાન ગત્ તા. 23ના રોજ સવારના સાડા આઠ વાગ્યાના અરસામાં વાઇ આવતાં ખેતરના કૂવામાં પડી જતાં શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની મૃતકના ભાઇ મુકેશ દ્વારા જાણ કરાતા કાલાવડ (ગ્રામ્ય) પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular