છત્રપતિ સંભાજીનગરના સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પર ફરજ દરમિયાન માનવતા અને સમયસૂચકતાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ સામે આવ્યું છે. બસ સ્ટેન્ડ પર મુસાફરી માટે આવેલી એક મહિલા મુસાફરને અચાનક હૃદયરોગનો હુમલો આવતા તે જમીન પર ઢળી પડી હતી.
ઘટના સમયે ત્યાં હાજર એસટી બસના મહિલા કંડક્ટર સંગીતા પાલવેએ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તાત્કાલિક મહિલા પાસે પહોંચીને તેમને CPR (કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન) આપવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન બસ સ્ટેન્ડના સિક્યુરિટી ગાર્ડ કવિતા ભુતેકરે પણ તેમને મદદ કરી હતી.
View this post on Instagram
૧૦૮ એમ્બ્યુલન્સ સેવાને ફોન કરવામાં આવ્યો હતો, પરંતુ એમ્બ્યુલન્સ પહોંચવામાં વિલંબ થતાં સ્થિતિની ગંભીરતા સમજીને મહિલાને તાત્કાલિક ઓટો રિક્ષામાં બેસાડી નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. કંડક્ટર સંગીતા પાલવેની સમયસૂચકતા અને ઝડપી નિર્ણયશક્તિના કારણે મહિલાનો જીવ બચી ગયો.


