Monday, March 17, 2025
Homeરાજ્યજામનગરજામનગરની યુવતી કયા કારણોસર લાપત્તા થઈ....?

જામનગરની યુવતી કયા કારણોસર લાપત્તા થઈ….?

જામનગર શહેર અને જિલ્લામાંથી એક પછી એક યુવતી અને મહિલાઓ લાપત્તા થવાની ઘટનાઓ દિવસેને દિવસે ચિંતાજનક રીતે વધતી જાય છે. દરમિયાન જામનગર શહેરમાં રહેતી વધુ એક યુવતી લાપતા થવાથી પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -

જામનગર સહિત દેશભરમાંથી દરરોજ અસંખ્ય યુવતી અને મહિલાઓ લાપતા થતી હોય છે. તેમાં પણ ખાસ કરીને 15 વર્ષથી 45 વર્ષની યુવતી અને મહિલાઓ લાપતા બનવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધતી જાય છે. તેની સાથે સાથે જામનગર અને ગુજરાતમાં પણ યુવતી અને મહિલાઓ પણ ગુમ થવાની ઘટનાઓ વધી રહી છે. દરમિયાન જામનગર શહેર અને જિલ્લામાંથી પણ યુવતી અને મહિલાઓ લાપતા થઈ રહી છે. આ લાપત્તા થયેલી વ્યકિતઓ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે. પરંતુ, મોટાભાગે લાપતા થયેલી અપરિણીત યુવતીઓ લગ્ન કરવા માટે ઘરેથી ભાગી જતી હોય છે. પરંતુ, અમુક કિસ્સાઓમાં લાપતા સગીરાઓને લલચાવી ફોસલાવી લગ્ન કરવા માટે અપહરણ કરવામાં આવતું હોવાનું પોલીસ દફતરે નોંધાય છે. શહેરમાં વધુ એક યુવતી લાપતા થયાની ઘટનામાં જામનગર તાલુકાના હાપા ગામમાં સ્ટેશન રોડ પર આવેલી અમર સ્કૂલની સામે અર્ચના-4માં રહેતાં હસમુખભાઈ મણીલાલ જોશી નામના પ્રૌઢની પુત્રી હેતલબેન જોશી (ઉ.વ.22) નામની યુવતી કોઇ કારણસર ઘરેથી લાપતા થઈ જતા આ અંગે પંચ એ પોલીસ સ્ટાફ દ્વારા યુવતીની શોધખોળ માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular