Saturday, June 14, 2025
Homeસ્પોર્ટ્સIPL 2025કોણે કહ્યું, આઈપીએલની બાકીની મેચોમાં ચિઅર લીડર્સના ડાન્સ અને ડીજે બંધ કરો

કોણે કહ્યું, આઈપીએલની બાકીની મેચોમાં ચિઅર લીડર્સના ડાન્સ અને ડીજે બંધ કરો

ઓપરેશન સિંદુરના પગલે સુરક્ષાના કારણે રોકવામાં આવેલી આઇપીએલ 17 મેથી રોયલ ચેલેન્જર્સ બેન્ગલોર અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેની મેચ સાથે ફરી શરૂ થશે.સુનીલ ગાવસ્કરે ક્રિકેટ બોર્ડને વિનંતી કરી છે કે, આઇપીએલ 2025ની બાકીની મેચોનું શાંતિથી આયોજન કરવામાં આવે. જેથી પહલગામ હુમલામાં પ્રિયજનો ગુમાવનારા પરિવારોની લાગણીઓનો આદર કરી શકાય. ગાવસ્કરે ક્રિકેટ બોર્ડને વિનંતી કરી છે કે આઇપીએલની બાકી રહેલી મેચોના આયોજન વખતે મોટા અવાજે સંગીત વગાડવાનું બંધ કરવું જોઈએ અને ચિયર લીડર્સના ડાન્સ પણ રોકી દેવા જોઈએ. મેચ ભલે રમાય, ભીડ ભલે થાય, ટુર્નામેન્ટ ભલે ચાલુ રહે પણ એમાં ડાન્સિંગ-ગર્લ્સ નહીં, સંગીત નહીં, ડીજે નહીં, ફક્ત ક્રિકેટ એના સિવાય બીજું કંઈ નહીં. એ પરિવારોની ભાવનાનો આદર કરવાનો ખરેખર આ સારો રસ્તો હશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular