Thursday, May 22, 2025
Homeસ્પોર્ટ્સIPL 2025અર્ટીગા કારમાં ચાલતા ક્રિકેટના ડબ્બા ઉપર એલસીબીનો દરોડો

અર્ટીગા કારમાં ચાલતા ક્રિકેટના ડબ્બા ઉપર એલસીબીનો દરોડો

બેડ ગામ નજીક ટોલ નાકા પાસેથી કારને આંતરી : મોરબીના ત્રણ શખ્સોની રૂા. 7.32 લાખના મુદામાલ સાથે ધરપકડ : 16 ગ્રાહકોના નામ ખુલ્યા

ભારતમાં ચાલી રહેલી આઇપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં અબજો રૂપિયાનો સટ્ટો રમાતો હોય છે. જામનગર જિલ્લામાં પણ ક્રિકેટનો સટ્ટો મોટાપાયે રમાતો હોય છે. દરમ્યાન બેડ ગામ પાસેના ટોલ નાકા નજીક અર્ટીગા કારમાં ચેન્નાઇ અને કોલકતા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાતાં ક્રિકેટ મેચના પ્રસારણ ઉપર જુગાર રમાડતા મોરબીના ત્રણ શખ્સોને એલસીબીની ટીમએ રૂા. 7,32,500ના મુદામાલ સાથે ઝડપી લઇ 16 પન્ટરો સહિત 19 શખ્સ વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ દરોડાની મળતી વિગત મુજબ જામનગર તાલુકાના બેડ ગામ નજીક આવેલા ટોલ નાકા પાસે જીજે36-એએલ-9974 નંબરની અર્ટિકા કારમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા હોવાની એલસીબીના કાસમભાઇ બ્લોચ, હિતેન્દ્રસિંહ જાડેજા, ઋષિરાજસિંહ વાળાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ સી. એમ. કાંટેલિયા, પી.એન. મોરી તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી.

દરમ્યાન અર્ટીગા કારને આંતરીને તલાશી લેતાં કારમાં ચેન્નાઇ અને કોલકતા નાઇટ રાઇડર વચ્ચે ઇડન ગાર્ડનમાં રમાતા ટી-20 ક્રિકેટ મેચના પ્રસારણ પર ગ્રાહકો સાથે વાતચીત કરી સેશન અને હારજિતનો જુગાર રમાડતા અસલમ કાસમ પરમાર ઘાંચી (રહે. મોરબી), તૌફિક હુસેન પીલુદીયા પીંજારા (રહે. મોરબી), શબ્બીર આબીદ કાદરી સૈયદ (રહે. મોરબી) નામના ત્રણ શખ્સોને રૂા. 11,500ની રોકડ રકમ તથા 21 હજારની કિંમતના 6 નંગ મોબાઇલ તેમજ રૂા. સાત લાખની કિંમતની કાર મળી કુલ રૂા. 7,32,500ના મુદામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતાં 16 પન્ટરોના નામ ખુલ્યા હતા. જેમાં હનિફ મકરાણી (મોરબી), નંબર 13 મો. નં. 84693 82643, નંબર 19 મો.નં. 84880 04913, નંબર 11 મો.નં. 81401 09074, નં. 47 મો. નં. 96592 47786, નંબર 3 મો.નં. 90232 41422, નં. 7 કાનો મોરબી મો. નં. 63551 06869, નં. 56 મો.નં. 63513 24676, નં. 00 મો.નં. 99747 39211, હનીફ મો. 98248 15144, નં. 401 મો.નં. 98983 30401, નં. 44 મો.નં. 81413 79979, ડાગલી મો.નં. 99743 83191, વી.આઇ.સી. મો.નં. 99789 78692, અલીભાઇ મો.નં. 84698 70593, બાપુ મો.નં. 93169 01617, એમ. એમ. મો.નં. 99798 78786 સહિતના ગ્રાહકોના નામ ખુલતા એલસીબીએ 19 શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular