Saturday, August 8, 2026
Homeરાજ્યહાલારલૈયારાના વૃઘ્ધને મોટરસાઇકલ આડે ગાય ઉતરતા ગંભીર ઇજાઓથી મોત

લૈયારાના વૃઘ્ધને મોટરસાઇકલ આડે ગાય ઉતરતા ગંભીર ઇજાઓથી મોત

દુધ લેવા જતી વખતે મોટરસાઇકલ સ્લીપ થતાં અકસ્માત : સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું પોલીસ દ્વારા મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી

લૈયારા ગામથી જાબીડા ગામ જતાં માર્ગ પર એકટીવા લઇને પસાર થતાં વૃઘ્ધને ગાય આડી ઉતરતા મોટરસાઇકલ સ્લીપ
થઇ ગઇ હતી. આ અકસ્માતમાં તેમને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયા હતાં. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લૈયારા ગામમાં રહેતા માનસીંગભાઇ રઘુભાઇ વાઘેલા (ઉ.વ.60) નામના વૃઘ્ધ ગત તા.14 જુલાઇના સાંજના સમયે પોતાનું જીજે10 ઇબી 9685 નંબરનું એકટીવા લઇને પોતાના ઘરેથી લૈયારા ગામમાં દુધ લેવા ગયા હતાં. આ દરમિયાન લૈયારા ગામથી જાબીડા ગામ તરફ જવાના રસ્તે સજુભા જાડેજાની વાડી સામે પહોંચતા અચાનક ગાય આડી ઉતરતા તેમનું મોટરસાઇકલ સ્લીપ થયું હતું. આ અકસ્માતમાં તેમને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતાં. જ્યાં સારવાર કારગત ન નિવડતા તા.7 ઓગસ્ટના તેમનું મૃત્યુ નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર સામજીભાઇ દ્વારા પોલીસને જાણ કરતા ધ્રોલ હે.કો. ડી.પી. વઘોરા સહિતનો સ્ટાફ હોસ્પિટલે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ અર્થે ખસેડયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular