શુભાંશુ શુકલાનું એક્સિઓમ-4 મિશન આઈએસએસ માટે અવકાશમાં છે. આ ભારતનો શુભાંશુ 14 દિવસ સુધી વૈજ્ઞાનિક પ્રયોગો કરશે. આ મિશન ગગનયાન અને વૈશ્વિક સહયોગની તૈયારીનું પ્રતિક છે. ભારતનું અવકાશ સ્વપ્ન હવે નવી ઉંચાઈઓને સ્પર્શી રહ્યું છે. 25 જુન 2025 એ ભારત માટે એક ઐતિહાસિક દિવસ છે. ભારતીય વાયુસેનાના અનુભવી પાયલોટ ગુ્રપ કેપ્ટન શુભાંશુ શુકલા એક્સિઓમ મિશન-4 હેઠળ આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની યાત્રા પર છે. આ ભારતની બીજી રાકેશ શર્મા ક્ષણ છે. જે માત્ર એક વૈજ્ઞાનિક સિધ્ધી જ નહીં પરંતુ, 1.4 અબજ ભારતીયોના અવકાશ સપનાનું પ્રતિક પણ છે. આ મિશન ભારતને વૈશ્વિક અવકાશ જોડાણના કેન્દ્રમાં લાવી છે.
એક્સિઓમ મિશન-4 એ એક્સિઓમ સ્પેસ દ્વારા નાસા અને સ્પેસએકસના સહયોગથી આયોજિત ચોથુ ખાનગી અવકાશ મિશન છે તેનો ધ્યેય પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં કાયમી વ્યાપારી હાજરી બનાવવાનો છે. આ મિશન ભારત માટે ખાસ છે કારણ કે શુભાંશુ શુકલા આઈએસએસ પર રહેનારા અને કામ કરનારા પ્રથમ ભારતીય હશે. તેમની સાથે પેગીહિટસન, મિશન કમાન્ડર, ભુતપૂર્વ નાસા અવકાશયાત્રી, સ્લેવોજ ઉજ્નાન્સકી, વિસ્નીવસ્કી, પોલેન્ડના પ્રથમ આઈએસએસ અવકાશયાત્રી અને ટિબોર કાયુ – હંગેરીના પ્રથમ અવકાશયાત્રી છે. શુભાંશુ આઈએસએસ પર ઘણાં મહત્વપૂર્ણ કાર્યો કરશે તે અવકાશ પર મગ અને મેથી ઉગાડવા જેવા 60 થી વધુ પ્રયોગો કરશે. માનવ શરીર પર માઈક્રોગ્રેવિટીની અસરનો અભ્યાસ, ભૌતિક વિજ્ઞાન અને કૃત્રિમ બુધ્ધિમતા પર સંશોધન. શુભાંશુ યોગ કરશે અને ભારતીય વિદ્યાર્થીઓ સાથે લાઈવ વાર્તાલાપ કરશે.
શુભાંશુનું આ મિશન ભારતને અવકાશમાં અગ્રણી દેશોની શ્રેણીમાં લાવે છે. એક્સિઓમ મિશન-4 સાથે શુભાંશુ શુકલાએ વૈશ્વિક અવકાશ મંચ પર ભારતનું નામ રોશન કર્યુ છે. આ મિશન માત્ર વૈજ્ઞાનિક પ્રગતિનું પ્રતિક નથી. પરંતુ, ભારતના અવકાશ સપનાઓને સાકાર પણ છે. શુભાંશુની યાત્રા ગગનપાન ભારતીય અવકાશ મથક અને ચંદ્રમિશન તરફ મોટું પગલું છે તેમ ડો. એસ. સોમનાથે કહ્યું હતું. તેઓ જાન્યુઆરી 2025 સુધી ભારતીય અવકાશ સંશોધન સંગઠનના અધ્યક્ષ તરીકે સેવા આપી ચૂકયા છે. તેઓએ એક અનુભવી એરોસ્પેસ એન્જીનિયર તરીકે ભારતના લોન્ચ વાહન વિકાસ અને અવકાશ મિશનમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.