જામનગરમાં લોહાણા મહાજન જ્ઞાતિ દ્વારા વિજ્યા દશમીના રોજ શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ ઉજવવામાં આવે છે. જે અંતર્ગત તા. 15 ઓકટોબરના રોજ લોહાણા મહાજનવાડીમાં શહેરના રઘુવંશી પરિવારો દ્વારા સાંજે 5 વાગ્યે જ્ઞાતિ શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્તવિધિથી શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાશે. જેની લોહાણા સમાજના દરેક ધર્મપ્રેમીઓએ નોંધ લેવા અને આ તકે ઉપસ્થિત રહેવા સંસ્થા દ્વારા અનુરોધ કરાયો છે.
આ ઉપરાંત જામનગરમાં વસવાટ કરતાં લોહાણા જ્ઞાતિના કાર્ડધારકોને વિજયા દશમીના પર્વ નિમિત્તે સ્વ. હરિદાસ રૂગનાથભાઇ બદિયાણી (એચ.આર. સન્સવાળા), સ્વ. કાંતિભાઇ, સ્વ. હર્ષવર્ધનભાઇ તથા સ્વ. જગદીશભાઇના પરિવારના સહયોગથી એક કિલો ખાંડ, એક કિલો વેશણ, એક લિટર તેલ અને 500 ગ્રામ ઘી સહિતની કિટ તા. 15 ઓકટોબરના રોજ સવારે 10:30 થી 12:30 સુધી જામનગર લોહાણા મહાજનવાડી, પંચેશ્ર્વરટાવર ખાતેથી કાર્ડધારકોને આપવામાં આવશે. કાર્ડધારકોએ પોતાના કાર્ડ સાથે રાખી આ કિટ લેવા સમયસર ઉપસ્થિત રહેવા તથા વધુ વિગત માટે જામનગર લોહાણા મહાજનવાડી ફોન નં. 0288-2679468 ઉપર સંપર્ક કરવા જામનગર લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઇ લાલ અને મંત્રી રમેશભાઇ દત્તાણીની યાદી જણાવે છે.
જામનગર લોહાણા મહાજન દ્વારા વિજ્યા દશમી નિમિત્તે શસ્ત્રપૂજન
લોહાણા જ્ઞાતિના કાર્ડધારક પરિવારોને રાશન કિટ વિતરણ કરાશે