Friday, March 29, 2024
Homeરાજ્યરાવલ ગામમાં સ્વૈચ્છિક આંશિક લોકડાઉન

રાવલ ગામમાં સ્વૈચ્છિક આંશિક લોકડાઉન

બપોરે બે વાગ્યા બાદ તમામ વેપાર-ધંધા બંધ રાખવામાં આવશે

- Advertisement -

રાવલ નગરપાલીકાના સભા ખંડ મા કોરોના ની મહામારી સામે લડવા બપોર બાદ વેપાર ધંધા બંધ રાખવા બાબત ચીફઓફીસર અને રાવલ ઓ.પી. ના પી .એસ.આઈ હાજર રહી વેપારી સાથે ચર્ચા કરી હતી. જેમા ચીફ ઓફીસર બી.કે.પંડયા દ્વારા ખાસ શહેરીજનોને બાકી રહી ગયેલ તમામને વેકસીન લેવા અનુરોધ કરાયો હતો. ત્યારબાદ કોરોના સામે લડવા માટે તા-17-થી 30 એપ્રીલ સુધી બપોરે ર વાગ્યા બાદ વેપાર ધંધા બંધ રાખી સર્પુણ લોક ડાઉન કરવા અપીલ કરતા હાજર તમામ વેપારી ભાઈઓ દ્વારા આ નીર્ણયને આવકારી અને બપોર 2- વાગ્યા બાદ બધ રાખવા નીર્ણય કરાયો હતો. જયારે હાજર પી.એસ.આઈ. દ્વારા બપોર બાદ તમામ બંધ રાખવા જણાવ્યા બાદ તમામને બંધ રાખી સહકાર આપવા અપીલ કરાઈ છે. જેમા વેપારીઓ ખાત્રી અપાઈ છે. બપોરે 2 વાગ્યા બાદ થશે તા-30-એપ્રીલ સુધી લોકડાઉન થશે. આ સાથે રાવલ નગરપાલીકાની સેનીટેશન શાખા મા ચીફ ઓફીસર બી.કે.પંડાયા દ્વારા ખાસ સુચના આપી સમગ્ર શહેરમા સેનીટાઈઝેશન કરવામા આવેલ હતું. જેમા શહેરના મૂખ્ય માર્ગો ઉપર સેનીટાઈઝરનો છટકાવ કરવામા આવ્યો અને શહેરમા જે ઘરમા કોઈ કોરોનાગ્રસ્ત હોય તેવા ઘરોમા પણ સેનીટાઇઝેશન કરવામા આવ્યુ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular