Friday, April 19, 2024
Homeરાષ્ટ્રીયજ્ઞાનવાપી મુદ્દે આજે ચૂકાદો, છાવણીમાં ફેરવાયું વારાણસી

જ્ઞાનવાપી મુદ્દે આજે ચૂકાદો, છાવણીમાં ફેરવાયું વારાણસી

શ્રૃંગાર ગૌરીના નિયમિત દર્શન-પૂજન માટેની અરજી અંગે આવનારા ફેંસલાને ધ્યાનમાં રાખી સમગ્ર શહેરમાં કલમ 144 લાગુ

- Advertisement -

જ્ઞાનવાપી પરિસરમાં સ્થિત મા શ્રૃંગાર ગૌરીના નિયમિત દર્શન-પૂજન માટે દાખલ કરવામાં આવેલી અરજી સુનાવણી યોગ્ય છે કે, નહીં તેના પર વારાણસી કોર્ટ આજે પોતાનો ચુકાદો સંભળાવશે. તેને ધ્યાનમાં રાખીને વારાણસીમાં ધારા 144 લાગુ કરી દેવામાં આવી છે. વારાણસી પોલીસ કમિશનર એ. સતીશ ગણેશે કહ્યું કે સાવચેતીના પગલા તરીકે જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરી કેસમાં જિલ્લા અદાલત દ્વારા સોમવારે આવનારા ચુકાદાને ધ્યાનમાં રાખીને વારાણસી કમિશનરેટમાં કલમ 144 લાગુ કરવાનો નિર્દેશ જાહેર કરવામાં આવ્યો છે. તમામ પોલીસ અધિકારીઓને પોતાના ક્ષેત્રોના ધર્મ ગુરૂઓ સાથે સંવાદ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ગણેશે જણાવ્યું કે, આખા શહેરને સેક્ટરોમાં વિભાજિત કરી બધા સેક્ટરોમાં આવશ્યક્તા અનુસાર પોલીસ ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગના નિર્દેશ આપવામાં આવ્યા છે. જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં તાત્કાલિક કાર્યવાહી દળોને તૈનાત કરવા માટે કહેવામાં આવ્યું છે.

- Advertisement -

જિલ્લાની સીમાઓ પર ચેકિંગ અને તકેદારી વધારવા સૂચનાઓ આપવામાં આવી છે. હોટલો, ધર્મશાળાઓ અને ગેસ્ટહાઉસોમાં ચેકિંગની સાથે જ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર પણ સતત નજર રાખવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. જ્ઞાનવાપી પરિસર સ્થિત માં શ્રૃગાંર ગૌરીના નિયમિત દર્શન-પૂજનની માંગને લઈને વારાણસીના જિલ્લા જજ એ.કે વિશ્ર્વેશની અદાલતમાં ચાલી રહેલા કેસની સુનાવણી યોગ્ય છે કે, નહીં તેના પર હિન્દુ અને મુસ્લિમ પક્ષની દલીલ પૂર્ણ થઈ ગઈ છે. અદાલત પોતાનો આદેશ આજે સંભળાવશે.

દિલ્હીની રાખી સિંહ અને વારાણસી નિવાસી ચાર મહિલાઓએ ગયા વર્ષે સિવિલ જજ સિનિયર ડિવિઝન રવિ કુમાર દિવાકરની કોર્ટમાં જ્ઞાનવાપી મસ્જિદની બહારની દીવાલ પર સ્થિત હિંદુ દેવી-દેવતાઓની રોજીંદી પૂજા કરવાનો આદેશ માંગતી અરજી દાખલ કરી હતી.

- Advertisement -

કોર્ટના આદેશ પર ગત મે મહિનામાં જ્ઞાનવાપી કેમ્પસનો વીડિયોગ્રાફી સર્વે કરવામાં આવ્યો હતો. દરમિયાન, મુસ્લિમ પક્ષે આ સર્વેક્ષણને પૂજા અધિનિયમ 1991નું ઉલ્લંઘન ગણાવીને તેના પર રોક લગાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જોકે, કોર્ટે વીડિયોગ્રાફી સર્વે પર રોક લગાવવાનો ઈનકાર કર્યો હતો પરંતુ તેમણે કેસને જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો. જ્ઞાનવાપી સર્વે રિપોર્ટ ગત 19 મેના રોજ જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સર્વે દરમિયાન હિંદુ પક્ષે જ્ઞાનવાપી મસ્જિદના વજુ ખાનામાં શિવલિંગ હોવાનો દાવો કર્યો હતો જ્યારે મુસ્લિમ પક્ષે તેને ફુવારો હોવાનું જણાવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular