Wednesday, March 26, 2025
Homeરાજ્યદ્વારકાના શિવરાજપુર બિચ પર વાહનોની અવર-જવર તથા કચરો ફેંકવા પર પ્રતિબંધ

દ્વારકાના શિવરાજપુર બિચ પર વાહનોની અવર-જવર તથા કચરો ફેંકવા પર પ્રતિબંધ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલો શિવરાજપુર બીચ શાંત રળિયામણો અને પ્રાકૃતિક સમન્વયનું સુંદર નજરાણું છે. શિવરાજપુર બીચ દ્વારકાથી નજીક હોવાથી દ્વારકાધીશના દર્શને આવતા સહેલાણીઓ પણ મોટા પ્રમાણમાં અહીં આવે છે. જેથી દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટએ શિવરાજપુર બિચ પર ત્રણ કિલોમિટરની ત્રિજયામાં પ્‍લાસ્‍ટીકના ઉપયોગ કે વપરાશ, વાહનોની અવર-જવર, કચરો ફેંકવા તેમજ કેમ્પેઈન કરવા પર પ્રતિબંધ મુકતુ જાહેરનામું પ્રસિધ્‍ધ કર્યુ છે. આ જાહેરનામું તા. 24 મે સુધી અમલમાં રહેશે. જાહેનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે તેમ વધુમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular