Thursday, April 18, 2024
Homeરાજ્યજામનગરવેક્સિનેશન કેમ્પ કરી સેવા સંસ્થાઓ મનાવી રહી છે રસિકરણ ઉત્સવ

વેક્સિનેશન કેમ્પ કરી સેવા સંસ્થાઓ મનાવી રહી છે રસિકરણ ઉત્સવ

જામનગર શહેરમાં વિવિધ પાંચ વેક્સિનેશન કેમ્પમાં મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં રસીકરણ અભિયાન હાથ ધરાયું

- Advertisement -

હાલ કોરોના મહામારી સામે રસીકરણ નામક હથિયાર દ્વારા લડત આપવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકોને રસીકરણ ઉત્સવ ઊજવવા અનુરોધ કરવામાં આવ્યો હતો,જેને વધાવતા જામનગરના નાગરિકો વિવિધ સેવા કેમ્પો દ્વારા આયોજિત વેક્સિનેશન કેમ્પમાં રસી લઇ રસીકરણ ઉત્સવના ભાગીદાર બની રહ્યા છે.

- Advertisement -

જામનગરને સુરક્ષિત બનાવવા અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા જામનગરવાસીઓને આ રસીકરણ ઉત્સવમાં જોડાઈને વધુમાં વધુ રસી લેવા અનુરોધ કરવામાં આવેલ હતો. જેને અનુસંધાને જામનગરની સેવા સંસ્થાઓ દ્વારા મહાનગરપાલિકાના સહયોગથી વિવિધ વિસ્તારોમાં વેક્સિનેશન કેમ્પ યોજાઇ રહ્યા છે. જામનગર ખાતે હાલ વિવિધ કેમ્પ અને મહાનગરપાલિકા દ્વારા નિર્ધારિત રસીકરણ સ્થળો પરથી રોજ 4000 જેટલા લોકો રસી લઇ રહ્યા છે.જ્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના 265 રસીકરણ સ્થળો પરથી રોજ 7000થી વધુ લોકો રસી લઇ પરિવાર, સમાજ અને દેશને સુરક્ષિત કરવામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.

જામનગર ખાતે મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં માટેલ ચોક, ગઢવી સમાજની વાડી, રામેશ્વર શિવ મંદિર, પંચાણભાઈ શામજીભાઈ પટેલ સેવા સમાજ, ખોડીયાર કોલોની ગુંજન વિદ્યાલય અને વાટલિયા પ્રજાપતિ સમાજની વાડી ખાતે રસીકરણ કેમ્પ યોજાયા હતા, આ કેમ્પનો આશરે 500થી વધુ લોકોએ લાભ લીધો હતો. મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ રસી લેનાર લોકોને બિરદાવ્યા હતા.

- Advertisement -

આ રસીકરણ અભિયાનમાં ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીચેરમેન મનીષભાઈ કટારીયા, શહેર ભાજપ અધ્યક્ષ વિમલભાઈ કગથરા, શાસકપક્ષ નેતા કુસુમબેન પંડ્યા, કોર્પોરેટર હર્ષાબા જાડેજા, ડિમ્પલબેન રાવલ, દશરથબા જાડેજા, જયરાજસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ ઝાલા, રજનીશભાઈ ભટ્ટ, કિશનભાઇ માડમ તેમજ રામેશ્ર્વર શિવ મંદિર સમિતિ, ગુ.હા.સ.ચા મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની જામનગર તાલુકા અભ્યુદય મંડળ, સહજ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, ગઢવી સમાજ, પટેલ સમાજ અને પ્રજાપતિ યુવક મંડળ વગેરે સેવા સંસ્થાના સભ્યો અન્ય મહાનુભાવો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular