Monday, March 17, 2025
Homeરાજ્યસાંસદ પૂનમબેન માડમને કરેલી રજૂઆત બાદ ધ્રોલથી જામનગરની બસ શરૂ થતા ગ્રામજનોમાં...

સાંસદ પૂનમબેન માડમને કરેલી રજૂઆત બાદ ધ્રોલથી જામનગરની બસ શરૂ થતા ગ્રામજનોમાં ખુશી

ધ્રોલ એસ.ટી.ડેપોમાંથી વહેલી સવારે 5:15 વાગ્યે ઉપડતી બસ ધ્રોલથી જામનગર વાયા જોડિયા-કુનડ-લીંબુડા-હડિયાણા-ખીરી- વાધા- રામપર થઈને જામનગર પહોંચતી હતી. આ રૂટને ધ્રોલ ડેપોમાંથી બંધ કરવા માટે જાહેર કરવામાં આવ્યું હતું. તેની જાણ દરેક ગામના આગેવાનોને થવાથી દરેક ગામના આગેવાનો એ જામનગર જિલ્લાના સાંસદ સભ્ય પૂનમબેન માડમને લેખિતમાં રજૂઆત કરી હતી. જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ દ્વારા એસ.ટી.વિભાગીય નિયામકને આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી અને વિભાગીય નિયામક એ રજુઆત સાંભળીને ધ્રોલ ડેપો મેનેજરને જાણ કરી જણાવ્યું હતું કે વહેલી સવારે જે રૂટ બંધ કરવામાં આવ્યો છે તે શનિવારથી ફરી ચાલુ રાખવાનો આદેશ આપ્યો હતો. આ વાતની દરેક ગ્રામજનોને જાણ થતાં જ જામનગર જિલ્લાના સાંસદ સભ્ય પૂનમબેન માડમનો આભાર માન્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular