Friday, April 19, 2024
Homeરાજ્યજામનગરજામનગરની કોવિડ હોસ્પિટલ ફુલ : તંત્ર ઉંધા માથે

જામનગરની કોવિડ હોસ્પિટલ ફુલ : તંત્ર ઉંધા માથે

- Advertisement -

જામનગરમાં કોરોનાની ગંભીર સ્થિતિ નિર્માણ પામી છે. શહેરમાં આખરે જેનો ડર હતો તે પરિસ્થિતિ આવીને ઉભી રહી છે. 1200 બેડની ક્ષમતા કોવિડ હોસ્પિટલ ફુલ થઇ જતાં તેમાં ક્ષમતાથી વધુ દર્દીઓને દાખલ કરવામાં આવતાં ભારે અફડાતફડી અને અવ્યવસ્થાનો માહોલ સર્જાયો છે. આજે સવારે સતાવાર રીતે જાહેર કરવામાં આવેલાં આંકડાઓ અનુસાર 1200 બેડની આ કોવિડ હોસ્પિટલમાં હાલ 1302 દર્દીઓને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. જેમાં નોન આઇસીયુ અને ઓકસિજન બેડની 965 બેડની ક્ષમતા સામે 1067 દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. જયારે વેન્ટિલેટર સુવિધા સાથેના તમામ 235 બેડ ફુલ હોવાનું જણાવવામાં આવ્યું છે. જામનગરની કોવિડ હોસ્પિટલની આ હાલત અત્યંત ગંભીર પરિસ્થિતિ સૂચવી રહી છે. ત્યારે રોજ આવતાં 300થી વધુ દર્દીઓને હવે કયાં સમાવવા તે મોટો પ્રશ્ર્ન તંત્રની સામે ઉભો થયો છે. અંકુશ બહારની પરિસ્થિતિને કારણે હોસ્પિટલ તંત્ર તેમજ જિલ્લાનું વહિવટીતંત્ર ઉંધા માથે થયું છે. યુધ્ધના ધોરણે બેડ વધારવા માટેના નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. પરંતુ તે કયાં સુધીમાં નિર્માણ પામશે તે પણ એક મોટો પ્રશ્ર્ન છે ? શહેરની જુદી-જુદી ખાનગી અને ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોમાં દર્દીઓને દાખલ કરવાના પ્રયાસો કરવામાં આવી રહયા છે. બીજી તરફ હોસ્પિટલમાં એક પણ બેડ ઉપલબ્ધ ન હોવાને કારણે કોરોનાના દર્દીઓની હાલત કફોડી બની છે. હોસ્પિટલ બહાર દર્દીઓ અને તેમના સગા-વ્હાલાઓ તથા એમ્બ્યુલન્સની લાંબી કતારો જોવા મળી રહી છે. બીજી તરફ તબીબી અને નર્સિંગ સ્ટાફ પણ અપર્યાપ્ત સાબિત થઇ રહયો છે. કોરોનાની આ અંકુશ બહારની સ્થિતિ સામે હાંફી રહેલાં તંત્ર સામે એક નહીં અનેક મોરચે લડવું પડે તેવી પરિસ્થિતિ આવીને ઉભી રહી છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી જામનગરની જી.જી. હોસ્પિટલે આ વિકરાળ અને ગંભીર સ્થિતિ અગાઉ કયારેય જોઇ નથી.

- Advertisement -

કોવિડ હોસ્પિટલની આજ સવારની સ્થિતિ

                                      ક્ષમતા     ભરાયેલા

- Advertisement -

નોન આઇસીયુ-ઓકિસજન બેડ   935          1067

વેન્ટિલેટર સાથેના બેડ              235           235

- Advertisement -

કુલ બેડ                              1200        1302

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular