Friday, March 29, 2024
Homeરાજ્યજામનગરપ્રણામી સ્કૂલમાં વેક્સિનેશનનો કેમ્પ તેમજ ઉકાળા વિતરણ

પ્રણામી સ્કૂલમાં વેક્સિનેશનનો કેમ્પ તેમજ ઉકાળા વિતરણ

- Advertisement -

જામનગરમાં મહાનગર પાલિકાની આરોગ્ય શાખાના સહયોગથી તા.1 મેના શનિવારે સવારે 9:30 થી સાંજે 6 વાગ્યા સુધી પ્રણામી ગ્લોબલ સ્કૂલમાં કોરોના વિરોધી વેકસીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -

આ કેમ્પમાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેકસીનનો ડોઝ આપવામાં આવશે. વેક્સિન લેનાર લોકોએ આધાર કાર્ડ સાથે લાવવું ફરજિયાત છે કેમ્પમાં સવારે 9:30 થી 2 વાગ્યા સુધી નાગરિકો માટે વેકસીન આપવામાં આવશે. અને બપોરે 3 થી 6 દરમ્યાન પત્રકારો માટે વેકસીન આપવામાં આવશે.

હાલની પ્રવર્તમાન પરિસ્થિતિમાં લોકો કોરોનાથી પીડાઈ રહ્યા છે તે સમયે લોકોને ક્યાંકને ક્યાંક મદદરૂપ થઇ શકાય જેથી આ પ્રકારનું લોકોને વેકસીન થકી સુરક્ષિત કરવાનો આ કેમ્પ દ્વારા પ્રયાસ કરાયો છે. પ્રણામી સ્કૂલ ખાતે કેમ્પ દરમ્યાન અને આગામી તા. 3 મે સુધી સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીના સહયોગથી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિનામૂલ્યે આર્યુવેદીક ઉકાળા વિતરણ પણ કરવામાં આવશે. આ વેકસીનેશન કેમ્પનું ઉદ્ઘાટન 5 નવતનપુરીધામ ખીજડા મંદિરના મહંત અને કૃષ્ણ પ્રણામી ધર્મના આચાર્ય 108 કૃષ્ણમણી મહારાજ દ્વારા કરવામાં આવનાર છે.

- Advertisement -

આ કેમ્પ દરમ્યાન રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપનભાઇ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા અને સંગઠનના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular