View this post on Instagram
જામનગર શહેરની મધ્યમાં આવેલા લાખોટા તળાવમાં ગેઇટ નંબર 7 અને 8ની વચ્ચેના ભાગમાં આજે સવારે અજાણી મહિલાએ તળાવના પાણીમાં ઝંપલાવ્યું હતું. જેની જાણ થતા ફાયર વિભાગે તાત્કાલિક મહિલાને બહાર કાઢી હોસ્પિટલે ખસેડાતા મૃત જાહેર કરાયા હતાં.

આ બનાવ અંગેની વિગત મુજબ જામનગર શહેરની મઘ્યમાં આવેલા લાખોટા તળાવના ગેઇટ નંબર 7 અને 8ની વચ્ચે એક અજાણી મહિલાએ તળાવના પાણીમાં ઝંપલાવ્યું હતું. મહિલાએ પાણીમાં ઝંપલાવ્યાની જાણ કરાતા જામનગર ફાયરની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઇ હતી અને તળાવમાંથી મહિલાને બેશુઘ્ધ હાલતમાં બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ દ્વારા જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મહિલાનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની જાણ થતાં પોલીસ કાફલો હોસ્પિટલે પર દોડી ગયો હતો અને મહિલાના મૃતદેહનો કબ્જો સંભાળી, પીએમ માટે મોકલી, મૃતક મહિલાની ઓળખ મેળવવા તથા આપઘાતનું કારણ જાણવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.