Friday, March 29, 2024
Homeરાષ્ટ્રીયસરળ ભાષામાં રજૂ કરાશે કાયદાની સમજણ : મોદી

સરળ ભાષામાં રજૂ કરાશે કાયદાની સમજણ : મોદી

- Advertisement -

દેશના સામાન્ય નાગરિકોને કાયદાઓની સરળ ભાષામાં સમજ મળે તે માટે સરકાર પ્રયાસ કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં યોજાયેલી રાજયોના મુખ્યમંત્રીએ અને હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધિશોની સંયુકત પરિષદમાં ઉપસ્થિત રહીને સંબોધન કર્યૂં હતું. તેમણે ન્યાયાધિશો સાથે સીધો સંવાદ પણ કર્યો હતો. પરિસરને સંબોધિત કરતાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આજે આપણા દેશની મોટી આબાદિને ન્યાયિક પ્રક્રિયા સમજવા માટે ભાષા આડે આવે છે. ત્યારે તમામ લોકોને કાયદાની સરળ ભાષામાં સમજણ મળે તે માટે સરકાર પ્રયાસ કરી રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, આપણા દેશમાં ન્યાયતંત્રની ભૂમિકા બંધારણના રક્ષકની છે પરંતુ વિધાનસભા નાગરિકોની આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છેે.

- Advertisement -

બંધારણ આ બે વિભાગોનો સંગમ અસરકારક અને સમયબધ્ધ ન્યાય વ્યવસ્થા માટે રોડમેપ તૈયાર કરશે. આ પરિસરમાં દેશના મુખ્ય ન્યાયાધિશ એન.વી. રમન્ના તથા કેન્દ્રિય કાયદા મંત્રી કિરેન રિજિજુ ઉપસ્થિત રહયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular