જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં વૃઘ્ધ પિતા-પુત્ર ઉપર બે શખ્સોએ જેમ ફાવે તેમ ગાળો કાઢી લાકડાના ધોકા વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં સતવારા સમાજ પાછળ પીપળિયાવાડી શેરી નંબર 3માં રહેતા વલ્લભભાઇ ગોવિંદભાઇ કણજારિયા (ઉ.વ.65) નામના વૃદ્ધને વિજય અને જગદિશ ખાણધર નામના બે શખ્સોએ મંગળવારે સાંજના સમયે પિતા-પુત્રને બોલાવીને, “તું કેમ મારા ભાઇની ખરાબ વાતો કરે છે?” તેમ જણાવતાં યુવાને, “અમે તમારા ભાઇની વાતો કરતાં નથી.” તેમ જણાવતા વિજય અને જગદિશ નામના બન્ને શખ્સોએ લાકડાના ધોકા વડે વૃદ્ધ પિતા અને પુત્ર ઉપર હુમલો કરી ઢીકાપાટુનો માર મારી ઇજાઓ પહોંચાડી હતી. તેમજ વૃદ્ધના પુત્રને મારી નાખવાની ધમકી આપી હતી.