Saturday, June 14, 2025
Homeરાજ્યજામનગરમહિન્દ્રાના શો-રૂમમાં બે શખ્સો દ્વારા ગાળાગાળી અને તોડફોડ - CCTV

મહિન્દ્રાના શો-રૂમમાં બે શખ્સો દ્વારા ગાળાગાળી અને તોડફોડ – CCTV

 

- Advertisement -

જામનગર નજીક આવેલા હાપામાં મહેન્દ્રા કંપનીના શો-રૂમમાં ગત્ રાત્રિના સમયે આવેલા બે શખ્સોએ, “અત્યારે જ નવી સ્કોર્પિયો લેવી છે, ચાવી આપ.” તેમ કહી શો-રૂમના કર્મચારીઓને જેમ ફાવે તેમ ગાળો કાઢી મુખ્ય ગેઇટ પર રહેલો મોટો કાચ તોડી નાખી તોડફોડ કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગરના હાપામાં આવેલા મહેન્દ્રા કંપનીના કારના શો-રૂમ પર ગુરૂવારેર રાત્રિના દસ વાગ્યાના અરસામાં હરપાલસિંહ મહિપતસિંહ જાડેજા અને મહાવીરસિંહ મૂળુભા ઝાલા (રહે. સોનારડી, તા. ખંભાળિયા, જિ. દ્વારકા) નામના બે શખ્સોએ શો-રૂમ પર આવી ફરજ પર રહેલા અબ્દુલકાદર નોતિયાર નામના પ્રૌઢને, “મારે અત્યારે જ નવી મહેન્દ્રા સ્કોર્પિયો ગાડી લેવી છે અને ગાડીની ચાવી આપ. મારે નવી ગાડી અત્યારે જ લઇ જવી છે.” તેમ કહી કર્મચારી સાથે બોલાચાલી કરી હતી અને બન્ને શખ્સોએ કર્મચારીઓને જેમ ફાવે તેમ ગાળો કાઢી હતી અને કંપનીના મુખ્ય દરવાજે તોડફોડ કરી મેઇન ગેઇટનો નવ ફૂટનો મોટો કાચ તોડી નાખી નુકશાની પહોંચાડી હતી. આ માથાકૂટ બાદ બન્ને શખ્સો વિરૂઘ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. જેના આધારે હે.કો. બી. એચ. લાંબરિયા તથા સ્ટાફે અબ્દુલભાઇના નિવેદનના આધારે દ્વારકા જિલ્લાના બે શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular