કાલાવડ તાલુકાના બાલંભડી ગામમાં રહેતા હીરાભાઇ દુદાભાઇ મકવાણા નામના પ્રૌઢની પુત્રી વર્ષાબેન હીરાભાઇ મકવાણા (ઉ.વ.24) નામની યુવતી તેણીના ઘરેથી કાલાવડમાં આવેલી વંદના સ્કૂલે નોકરીએ જવાનું કહી નીકળ્યા બાદ યુવતી લાપતા થઇ ગઇ હતી. ત્યારબાદ પરિવારજનો દ્વારા યુવતીની શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ કયાંય પતો લાગ્યો ન હતો. તેથી આખરે પરિવારજનો દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી. જેના આધારે કાલાવડ પોલીસે લાપતા થયેલી યુવતીની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા અને આ યુવતી વિશે કોઇપણ જાણકારી મળે તો નજીકના પોલીસ સ્ટેશન અથવા કાલાવડ પોલીસ મથકમાં જાણ કરવા પોલીસની યાદીમાં જણાવાયું છે.