Sunday, April 27, 2025
Homeરાજ્યજામનગરપૂર્વમંજૂરી વગર નગરપાલિકા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવતા બે હોમગાર્ડ સભ્યો સસ્પેન્ડ - VIDEO

પૂર્વમંજૂરી વગર નગરપાલિકા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવતા બે હોમગાર્ડ સભ્યો સસ્પેન્ડ – VIDEO

જામજોધપુરમાં બે હોમગાર્ડના સભ્યોએ નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી : કમાન્ડન્ટ દ્વારા બંને હોમગાર્ડ સભ્યને સસ્પેન્ડ કરાયા

જામનગર જિલ્લાનાં જામજોધપુર તાલુકા યુનિટના હોમગાર્ડઝ સભ્યો પ્રકાશ વેણીશંકર વ્યાસ અને હિરેન અરવિંદભાઈ સોલંકીએ જિલ્લા હોમગાર્ડઝ કચેરી કે વડી કચેરીની પૂર્વ મંજૂરી વગર નગરપાલિકાની ચુંટણીમાં ઉમેદવારી નોંધાવતાં જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયા દ્વારા બંન્ને સભ્યોને બીજો હુકમના થાય ત્યાં સુધી દળ માંથી સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે.!

- Advertisement -

હોમગાર્ડઝ દળના જવાનો હોમગાર્ડઝ એક્ટની કલમ-9 હેઠળ સરકારી કર્મચારીઓ ગણવામાં આવે છે.! તેઓને કોઈ પણ રાજકીય પક્ષ તરફથી કોઈપણ પ્રકારની ચુંટણીમાં ઉમેદવારી નોંધાવવી હોય તો જિલ્લા હોમગાર્ડઝ કચેરી અથવા તો વડી કચેરીની પૂર્વ મંજૂરી લેવી આવશ્યક છે.!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular