જામનગરની મેડિકલ કોલેજ ફરીથી ચર્ચામાં આવી છે જેમાં રેસી. મહિલા તબીબ સાથે સીનીયર તબીબે શરમજનક અને અશોભનિય વર્તન કર્યાની કોલેજના ડિનને કરેલી ફરિયાદના આધારે મહિલા આયોગ કમિટીને આ જાતિય સતામણીની ફરિયાદનો રિપોર્ટ તાત્કાલિક રજૂ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

છોટીકાશી તરીકે ઓળખાતા જામનગરની મેડીકલ કોલેજમાં તબીબી અભ્યાસ માટે આવેલી વિદ્યાર્થિનીને અભ્યાસની સાથે સાથે પ્રેકિસટ નોકરી પણ કરવાની હતી. તે દરમિયાન આ વિભાગના ડો. દિપક રાવલ દ્વારા વિદ્યાર્થિનીની સાથે અવાર-નવાર ખરાબ નજરે જોતા હતા અને મને નાપાસ કરશે તેવા ડરથી મનોમન મુંજાતી હતી. ઉપરાંત આ ફરિયાદમાં ડો. દિપક દ્વારા અનેક રેસિડેન્ટ મહિલા તબીબ સાથે અશોભનિય અને શરમજનક વર્તન રહ્યું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. ફરિયાદ કરનાર તબીબ મહિલાના ડોકટરે તેના મોબાઇલમાં ફોટા પાડતા હતાં અને તબીબને મોકલીને સુંદરતાના વખાણ કરતા હતા. તેની સાથે સાથે અનેક મેસેજો પણ કરતા હોવાનો આક્ષેપ કરાયો છે. જ્યારે ઓપરેશન થિયેટરમાં વ્યસ્ત હોય ત્યારે મહિલા તબીબને તું મારી સામે હમણા જોતી નથી તેવી વાતો પણ કરતા હતા.
મહિલા તબીબને પરીક્ષા દરમિયાન એકઝામમાં નાપાસ થવાના ભયથી ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. પરંતુ હવે આ મહિલા તબીબ દ્વારા પરીક્ષામાં પાસ થયા બાદ ફરિયાદ કરવામાં આવી હતી. ડો. દિપક સામેની ફરિયાદમાં એક મહિલા તબીબનું નામ પણ બહાર આવી રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ સમગ્ર પ્રકરણમાં મેડિકલ કોલેજના ડિન ડો. નંદનીબેન દેસાઈએ જણાવ્યું હતું કે, મહિલા તબીબની મળેલી ફરિયાદના આધારે ડિપાર્ટમેન્ટલ કાર્યવાહી અંગેની કમિટી તપાસ કરશે. તેમજ મહિલા જાતિય સમિતિ કમિટી દ્વારા બે થી ત્રણ દિવસની અંદર આ ડિપાર્ટમેન્ટલ કાર્યવહી અંગે આધારપુરાવાઓ એકઠાં કરી અને તેમનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે. જો કે, હાલ મહિલા તબીબ દ્વારા કરાયેલા આક્ષેપો અંગેની તપાસમાં શું વિગતો બહાર આવે છે તે મહિલા જાતિય સતામણી કમિટીના રિપોર્ટ બાદ જ જાણવા મળશે.