Thursday, July 10, 2025
Homeવિડિઓલાલપુરના સેવક ધુણિયામાં વીજળી પડતા બે ખેતમજૂરના મૃત્યુ અને બે ઘાયલ -...

લાલપુરના સેવક ધુણિયામાં વીજળી પડતા બે ખેતમજૂરના મૃત્યુ અને બે ઘાયલ – VIDEO

- Advertisement -

લાલપુર તાલુકાના સેવકધુણિયા ગામે ગઇકાલે બપોરે આશરે 2:30 કલાકે વીજળીના કડાકા સાથે વરસાદ થયો હતો. આ દરમ્યાન વીજળી ત્રાટકતાં સેવકધુણિયા ગામે ઢાંઢર નદીના કાંઠે ખેતરમાં કામ કરી રહેલા ચાર પરપ્રાંતિય મજૂરો ઉપર વીજળી ત્રાટકી હતી. જેમાં બે ખેતમજૂરોના મૃત્યુ નિપજયા હતા. જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતાં. તેમજ ચાર ઘેટાના પણ મૃત્યુ નિપજયા છે.

આ બનાવની વિગત મુજબ ગઇકાલે જામનગર શહેર-જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી હતી. વીજળીના કડાકા ભડાકા વચ્ચે થયેલ વરસાદના પરિણામે ઠેર ઠેર પાણી ફરી વળ્યા હતાં. તેમજ ડેમોમાં પણ પાણીની આવક થઇ હતી. આ સચરાચર મેઘમહેર દરમ્યાન આકાશી વીજળીના બે લોકો ભોગ બન્યા હતા. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સેવકધુણિયા ગામમાં ઢાંઢર નદીના કાંઠે ખેતરમાં કામ કરી રહેલા મધ્યપ્રદેશના નાગલવાડી તીળીના રહેવાસી અને હાલ લાલપુરમાં રહી મજૂરીકામ કરતાં વિક્રમભાઇ સરદારભાઇ દાવર તથા તેના કુટુંબીઓ તથા સંબંધીઓ ખેતમજૂરી કામ કરી વાડીએથી પરત ઘરે આવી રહ્યા હતા ત્યારે ઢાંઢર નદીના કાંઠે પહોંચતા આકાશી વિજળી ત્રાટકી હતી. આકાશી વીજળી ત્રાટકતા ફરિયાદીના કુટુંબી ભાઇ કરણ ઘ્યાનસિંગ દાવર (ઉ.વ.30) નામનો યુવાન તથા કુટુંબી બનેવી ભૂરસિંગ બાટલિયા વાસકલે (ઉ.વ.35) નામના યુવાનનું મૃત્યુ નિપજયું હતું. તેમજ અન્ય બે યુવાનો ગોપાલ હરદાસ દાવર (ઉ.વ.30) તથા મહેતાબ ગિલદાર દાવર (ઉ.વ. 36) નામના યુવાનોને શરીરે ઈજા પહોંચતા સાારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ અંગે વિક્રમભાઇ દ્વારા પોલીસને જાણ કરાતા લાલપુર એએસઆઇ ડી. ડી. જાડેજા સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવમાં હરિપર ગામના ભરવાડ ગોકળભાઇ ટપુભાઇ ટોયટા તેમના ઘેટા લઇ પસાર થઇ રહ્યાં હતા. તેમના ચાર ઘેટાના પણ મૃત્યુ નિપજયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular