ટાટા મોટર્સે તેન સમગ્ર ટ્રક રેન્જમાં ફેકટરી ફીટેડ એક ક્ધડીશનિંગ સિસ્ટમ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત કંપનીએ કેટલીક સુવિધાઓ પણ લોન્ચ કરી છે. જેમાં પાવર આઉટપુટ વધારવામાં આવ્યો છે.

ભારતની સૌથી મોટી કોમર્શિયલ વાહન ઉત્પાદક કંપની ટાટા મોટર્સે તેની સમગ્ર ટ્રક રેન્જમાં ફેકટરી-ફિટેડ એર કન્ડિશનિંગ સિસ્ટમ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ અપગ્રેડ SFC, LPT, અલ્ટ્રા સિગ્મા અને પ્રાઇમાના કેબિનમાં ઉપલબ્ધ થશે. પહેલીવાર આ સુવિધા કાઉલ મોડેલમાં પણ પૂરી પાડવામાં આવી રહી છે. ટાટા મોટર્સે કેટલીક ખાસ સુવિધાઓ પણ લોન્ચ કરી છે. જેમાં પાવર આઉટપૂટ વધારવામાં આવ્યો છે.
AC સિસ્ટમમાં ઇકો અને હેવિ સેટિંગ્ઝ સાથે ડ્યુઅલ મોડ ઓપરેશન છે. જે સારી કામગીરી સાથે ઠંડક પ્રદાન કરવા માટે રચાયેલ છે. ટાટા મોટર્સે તેના હેવિ ટ્રક, ટિપર અને પ્રાઇમ મૂવર લાઇનઅપમાં પાવર આઉટપૂટ 320 લાઇનઅપમાં વધાર્યો છે. ટાટા મોટર્સ કોમર્શિયલ વ્હીલક્સના ટ્રક સેકશનના વાઇસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ રાજેશ કૌલએ જણાવ્યું હતું કે, એર કન્ડિશન્ડ કેબિને અને કાઉલની રજૂઆત એ ડ્રાઇવરોને એક આરામદાયક સવારી પુરી પાડવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે. જેથી તેઓ લાંબા અંતર પર પણ આરામથી મુસાફરી કરી શકે આ માટે કંપનીએ ગ્રાહકોના પ્રતિસાદ અનુસાર સ્માર્ટ એન્જિનિયરીંગ દ્વારા સિસ્ટમ ડીઝાઇન કરી છે.
ગયા વર્ષે કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ ટ્રકના કેબિનમાં AC સિસ્ટમ લગાવવાનું ફરજિયાત બનાવવા માટેના ડ્રાફ્ટને મંજૂરી આપી હતી. તેમણે કહ્યું હતું કે, ટ્રક ડ્રાઇવરો માર્ગ સલામતી સુનિશ્ચિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ત્યારે આ નિર્ણય તેમને આરામદાયક પરિસ્થિતિ પૂરી પાડવા સીમાચિહ્નરૂપ સાબિત થશે. તેની કાર્યક્ષમતામાં વધારો થશે. ટાટા મોટર્સે તેના ટ્રકોને નવી સુવિધાઓ સાથે અપગ્રેડ પણ કર્યાં છે. ત્યારે વધારાની આ સુવિધાઓ સાથે ડ્રાઇવરને કાર્યક્ષમતા વધુ સારી બનશે.