દિલ્હી એનસીઆરમાં વધી રહેલા પ્રદૂષણ ઉપર સુપ્રીમ કોર્ટે આકરુ વલણ અખત્યાર કરતા રાજ્યમાં નિર્માણ સંબંધિત કાર્યો ઉપર રોકનો નિર્ણય યથાવત રાખવામાં આવ્યો છે. કોર્ટના નિર્ણય બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટનો આદેશ સર્વોચ્ચ છે અને સરકાર પોતાની કોશિશ કરી રહી છે. આ સાથે બાંધકામ સંલગ્ન શ્રમિકોના ખાતામાં 5000 રૂપિયા જમા કરવાનો આદેશ આપ્યો છે.
દિલ્હીમાં ગુરૂવારના રોજ ગુણવત્તા સુચકાંક 390 નોંધાયો હતો. જે ખૂબ જ ખરાબ શ્રેણીમાં આવે છે. આઈએમડી અનુસાર દિલ્હીમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી બે ડિગ્રી ઓછુ નોંધાયું છે. દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણ ઉપર સુપ્રીમ કોર્ટ તરફથી પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, દિલ્હીમાં તમામ ક્ધસ્ટ્રક્શન કાર્ય ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સરકારે શ્રમિકોના ખાતામાં 5000 રૂપિયા જમા કરાવવાનો આદેશ કર્યો છે. જે શ્રમિકોનું રજીસ્ટ્રેશન નથી થયું તેઓ કેમ્પ સાઈટ ઉપર જઈને નોંધણી કરાવી શકશે.