જામનગર શહેરમાં રહેતી એક મહિલાને તેના સાસુ સાથે છેલ્લા એક અઠવાડિયાથી અબોલા હોવાથી તેણીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે.
જામનગર શહેરના મહાવીર પાર્ક શેરી નં-4 શ્રીજી હોલ નજીક રહેતા અસ્મિતાબેન નીલેશભાઈ ગોહેલ (ઉ.વ.36) નામના મહિલાને છેલ્લા એકાદ અઠવાડિયાથી પોતાના સાસુ સાથે અબોલા હોય અને તે વાતનું મનમાં લાગી આવતા અસ્મિતાબેને ગઈકાલના રોજ પોતાના રૂમમાં પંખામાં સાડીના પડદા વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે.આ અંગે મૃતકના પતિ નીલેશભાઈ ગોહેલે સીટી સી ડીવીઝન પોલીસને જાણ કરી હતી.