Friday, March 29, 2024
Homeરાજ્યજામનગરઘરફોડ ચોરી કરતી ગેંગના મુખ્ય સુત્રધારને દબોચી લેવાયો

ઘરફોડ ચોરી કરતી ગેંગના મુખ્ય સુત્રધારને દબોચી લેવાયો

ઠેબાની સાત દુકાનો સહિત આંગણવાડીમાં થયેલી ચોરીમાં છેલ્લાં નવ વર્ષથી ફરાર હતો

- Advertisement -

જામનગરના ઠેબા ગામે સાત દુકાનો સહિત આંગણવાડીમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં નવ વર્ષથી ફરાર ગેંગના મુખ્ય સુત્રધારને પોલીસે દબોચી લીધો છે. જામનગર પોલીસના ફર્લો સ્કવોર્ડે મોરબીના વીરપર પાસેથી મધ્યપ્રદેશની ઘરફોડ ચોરી કરતી ગેંગના નાસતા ફરતા સૂત્રધારને ઝડપી લીધો હતો.

ફર્લો સ્કવોર્ડના પીએસઆઈ એ.એસ.ગરચર તથા તેમનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતાં તે દરમિયાન મળેલી બાતમીના આધારે પંચકોશી એ ડીવીઝનમાં 2012 માં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા-ફરતા આરોપી ગીનો વાલસીંગ ભુરિયા (રહે. કુકશી જી. ધાર એમ.પી.) મોરબીના વીરપર ગામે વાડી વિસ્તારમાંથી પકડી પાડયો છે. તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી માટે પંચકોશી એ ડીવીઝને સુપ્રત કર્યો હતો.

આ કાર્યવાહી પેરોલ ફર્લો સ્કવોર્ડના પીએસઆઈ એ.એસ. ગરચર, હેકો ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ચૌહાણ, રણજીતસિંહ પરમાર, સલીમભાઈ નોયડા, કાસમભાઈ બ્લોચ, મેહુલભાઈ ગઢવી, નિર્મળસિંહ જાડેજા, ભરતભાઈ ડાંગર, રાજેશભાઈ સુવા, ગીરીરાજસિંહ જાડેજા તથા પો.કો. ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ તથા અરવિંદગીરી ગોસાઈ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular